મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

બજરંગદાસ બાપા

Bajarang Das Bapa, Bagdana Bhavnagar

પૂજય શ્રી બાપા સીતારામ તરીકે આપણે બધાં ગુજરાતમાં જેમને ઓળખીએ છીએ એમનું મુળ કુટુંબ રાજસ્થાનથી હતું. જેઓ ભાવનગર જીલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા. મુળથીએ રામાનંદી સાધુ. ૧૯૦૬માં (ચોકકસ તારીખ ખબર નથી) ઝાંઝરીયા હનુમાન મંદિરમાં ગામ અધેવાડા ભકિતરામ તરીકે માતા શિવકુંવરબા ના ખોળામાં જન્મ થયો. એમના પિતાજીનું નામ હરીદાસબાપુ ગામમાં બધાની માન્યતા એવી હતીકે ભકિતરામ એ ભગવાન શેષ નારાયણના પૂર્ણ અવતાર છે. એમને ગામમાંજ બીજા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો અને ૧૯૧૫ માં પહેલીવાર નાસિક કુંભમેળાના દર્શન કર્યા. જયાં એમનો એમના ગુરૂ પૂજયશ્રી સીતારામદાસ બાપુ (જેમનો આશ્રમ આયોધ્યા ખાતે ઉત્તરપ્રદેશમાં હતો) સાથે મેળાપ થયો. એમના માર્ગદર્શન હેઠળ બાપા એ એમની મુખ્ય સાધના ચિત્રકુટ પર્વત પાસે (મધ્યપ્રદેશ અનેઉત્તરપ્રદેશના સીમાપર)મંદાકિની નદી પર કરી. ૨૮ વર્ષની ઉમરે એમને યોગસિદ્ધિ પ્રાપ્ત થઇ. એમના ગુરૂએ એમનેપોતાનો માર્ગ નક્કી કરવા કહ્યું અને એમનું નામ બજરંગદાસ બાપા રાખ્યું. બાપાએ બધાને પછીથી બાપા સીતારામ તરીકે ઓળખાવા માટે કહ્યું. જેથી એમાં એમના ગુરૂનું તથા શ્રીરામ ભગવાનનું નામસ્મરણ થાય. જયારે એ ૩૦ વર્ષના હતા ત્યારે હિમાલય યાત્રાએ ગયા. પછી ભારત ભ્રમણ કરતાં મુંબઇ, સૂરત લક્ષ્મીમંદિર, ધોલેરા (૧ વર્ષ), ભાવનગર (૫ વર્ષ), પાલીતાણા (૫ વર્ષ),અને પછી ૪૧મા વર્ષે તેઓ શ્રી બગદાણામાં આવ્યા અને ત્યાંસ્થિર થયા.

એમણે ઘણાં ચમત્કાર બતાવ્યા, પરંતુ એમને એના માટે બહુ પ્રચાર-પ્રસાર ના કર્યો. ચમત્કારોમાટે એ ભગવાનનો આભાર માનતા. એકવાર મુંબઇમાં ઘણાં બધા સંતો સાથે એમના ગુરૂ સીતારામજી પધાર્યા. સમુદ્રકિનારા ઉપર ચોપાટીમાં મુક્કામ હતો. ગરમીના દિવસો, પાણી કયાંથી લાવવું ? ગુરૂએ એમને આજ્ઞા કરી કે બજરંગદાસ બધામાટે પાણીની વ્યવસ્થા કરો. તેઓને કાંઇજ ખબરન હતી. પણ એમણે ગુરૂનું નામ લઇ ત્યાંજ રેતીમાં ખોદવાનું ચાલુ કર્યું અને થોડીક વારમાં ગંગાજીનું શુદ્ધ-મીઠું પવિત્ર પાણી પ્રગટયું. બધા આ ચમત્કાર જોઇ આશ્ચર્ય ચકિત થયા. બધાની તરસ મટી એ જોઇ ગુરૂજી ખુશ થયા. એમણે એમને પોતાની રીતે સમાજના ભલા માટેકામ કરવાની પરવાનગી આપી. અને ગામડાનાં લોકોના જીવન ઉદ્ધારનું કાર્ય કરવાનો આદેશ આપ્યો. બગદાણા આવી ત્રિવેણી સંગમ જોતા ત્યાં રહેવાનું મન કર્યું અને ત્યાના સ્થાનિક સ્ત્રોતોનો ઉપયોગ કરી લોકોનું જીવન ધોરણ સુધારવાનું કામ એમણે શરૂ કર્યુ. બગદાણા ગુરૂ આશ્રમમાં તેઓ ૩૦વર્ષ રહ્યા. અહીં સેવા અને સમાજ સુધારણાની અખંડ ધુણી ધુણાવી. બગદાણામાં રહી આસપાસના તમામ વિસ્તારોમાં સેવા અને લોકોનાઉધ્દારના અનેક કામો કર્યા.

તેઓ ફકત ધાર્મિક અને આધ્યાત્મિક સંતજ નહોતા. પણ પ્રખર દેશ ભકત પણ હતા. પુજય બાપાએ ૧૯૬૨,૬૫,૭૧ માં પાકિસ્તાન અને ચીન સાથેના યુધ્દ વખતે સરકારના સંરક્ષણ ખર્ચાઓમાં મદતરૂપ થવા માટેપોતાની બંડીસાથે આશ્રમની બધીજ વસ્તુઓંની લિલામી કરી અને પૈસા ઉભા કર્યા હતા. આશ્રમ ખાતે ૧૯૫૯ થી અન્ન ક્ષેત્ર શરૂ કરવામાં આવ્યુ હતુ. આશ્રમમાં આવનાર બધાજ ભાવિકોને પુરેપુરો ધર્મલાભ મળે એનોએ ખ્યાલ રાખતા. તેઓએ ૯-૧-૭૭ ના રોજ બગદાણામાંજ શાંતિથી દેહ છોડ્યો હતો.

એમની પ્રેરણાથીજ “જય સિતારામ સેવા” આ નામથી એક ટ્રસ્ટની સ્થાપના થઈ છે, જે પ્રયત્ન કરે છે કે ગામડાના લોકોનાં આર્થિક પ્રશ્નો સારી રિતે ઉકેલાઇ જાય. ટ્રસ્ટના સ્વયંસેવકો જાતે બધે જઇને મદત રૂપ થવાનો પ્રયત્ન કરે છે. પુર, ધરતીકંપ, દુકાળ જેવા સંકટોના સમયમાં ગ્રામજનો માટે તેઓના પ્રશ્નો પોતાના માથે લઈને ઉકેલવામા આવે છે. સંસ્થા તરફથી ભજન મંડળ શુરૂ કરેલ છે, જેથી ભકિત માર્ગનો પ્રચાર પ્રસાર થાય. આરોગ્ય અને સુરક્ષાના ક્ષેત્રમાં પણ કામ થઇ રહેલ છે. અમદાવાદના જાનકી ગોસેવા આશ્રમના ગાયોના ઘાસ ચારા માટે દાન આપવામાં આવેલ. શાવડી પ્રાથમિક શાળામાં પણ બેસવા માટે બાકડા અને ૭૦૦ વિદ્યાર્થીઓના પિવાના પાણીની સુવિધા માટે મદતઆપેલ છે. વડોદરામાં રસ્તા ઉપર રખડતાછોકરાઓ માટે ફુડપઁકેટ વિતરણનો કાર્યક્રમ હાથ ધરેલ છે. શ્રીરામ મંદિર ગૌસારા જુનાગઢ ના ગાયો માટે ખાદ્યસામગ્રી તથા દવાઓ મોકલાયેલ છે. રકતદાન કાર્યક્રમ, ગરીબઘરની છોકરીના લગ્નનો ખર્ચ ઉઠાવો વિગેરે અલગઅલગ જાતના સેવા પ્રકલ્પો હાથ ધરવામાં આવેલ છે.


બગદાણા મંદિરનો ધ્વજ બહુ દૂરથી પણ જોઇ શકાય છે. મંદિરનો પરિસર ખૂબ સારી રીતે વિકસીત કરવામાં આવેલ છે. ત્યાં એક સમાધિ મંદિર અને તે સીવાય રામ પંચાયતનની મૂર્તિઓ વાળુ મંદિર છે. મંદિરમાં આવનાર બધાજ ભાવિકોને પ્રસાદનો લાભ આપવામાં આવે છે. રોજે લગભગ ૧૦ થી ૧૫ હજાર અને રવિવારે ૨૫ થી ૩૦ હજાર ભકતો પ્રસાદ ગ્રહણ કરતા હોય છે. પૂર્ણિમા અને ગુરૂ પૂર્ણિમા જેવા બીજા ઉત્સવોમાં પ્રસાદ લેનારની સંખ્યા ૨ થી ૨.૫૦ લાખ જેટલી થાય છે. અહિંયા નાતજાતના, ધર્મના કોઇપણ ભેદભાવ વગર પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.

બાપા એટલે જાણે મોટી ઉમરનું બાળક – તદ્દન સહજ, સરળ, નિર્દોષ. તેઓ નાના બાળકો જોડેહુતૂતૂ, ગિલ્લી દંડા પણ રમતા. મોટાઓ જોડે તેઓ સીધા સાદ સંત તરીકેની વાતો કરતા. તેમણે કદી સ્નાન, તિલક, માળા, પૂજાપાઠ, ચેલા ચેલીના પ્રદર્શન કર્યા નહી, નથી કોઇ પંથ કે સંપ્રદાય સ્થાપ્યો, ફંડ ફાળો ઉધરાવવાની કોઇ વાત નહી, ખોટા ચમત્કારની વાતો ફેલાવવાની મનાઇ. આવા પરમ પૂજય શ્રી બજરંગદાસજી ઉર્ફે બાપા સીતારામ મહારાજને પૂર્ણ નમ્રતાથી પ્રણામ.


Bapa Sitaraamસંતભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં રૂડું બગદાણા ગામ. સંત શિરોમણી બાપા બજરંગદાસ બિરાજતા અને જેના રોમે રોમે સીતારામ. કોઈ પણ જાત ની માયા માં તેનું ચિત લાગ્યું નથી. તેમનું જીવન પણ એક દમ સરળ અને લોકો ને આનંદ આપનારું છે.

સંત શ્રી બાપા બજરંગદાસ અને બગદાણા (તાલુકો-મહુવા, જીલ્લા-ભાવનગર) ગામ એક બીજાના સમરૂપો થઈ ગયા છે. બગદાણા ગુરૂ આશ્રમ ઘણા લોકો માટે શ્રધ્ધા અને વિશ્વાસની જગ્યા છે. બાપા સીતારામ ની મઢૂલીઓ તમને સૌરાષ્ટ્રના દરેક ગામ માં જોવા અચૂક મળશે.

ભકિતરામ (બાપા બજરંગદાસ) ને ૧૧ વર્ષની નાની વય થી જ ખાખી જમાતમાં શામેલ થવાની લગની લાગી, બાળપણ થી દુખી અને ગરીબ લોકો ને જોઈ ને તેમનું મન પીગળી ઉઠતું અને તે સાચા ગુરૂ ની શોધમાં અયોધ્યા પહોંચ્યા. અહીં તેમની મુલાકાત ગુરૂ શ્રી સીતારામજી બાપુ સાથે થઈ. ગુરૂજી એ તેમને પ્રભુ ભક્તિ માં ધ્યાન આપવા,જપ, તપ અને સાધના નું ભાથું બાંધવાની સલાહ આપી.

બાપા ના પરચા અનેક છે, તેમાં થી વાત કરીએ તો એક વાર જ્યારે બાપા બજરંગદાસ ઊનાળા ના સમય માં મુંબઈ માં સાધુ ની જમાત જોડે હતી. ત્યારે સાધુ ની જમાતે પાણી પીવાની ઈચ્છા વ્યકત કરી ત્યાં પીવાના પાણીની ખૂબ અછત હતી. ગુરૂજીએ બાપાને પાણી ની વ્યવસ્થા કરવાનું કહ્યું. ગુરુજી ની આજ્ઞા માની ને બાપા બજરંગદાસ એ ત્યાં મુંબઈ માં દરીયા કીનારે એક ડાર બનાવ્યો, (દરીયાની રેતી માં હાથ થી ખાડો ખોદી ને પાણી કાઢવુ તે) બાપા એ સાક્ષાત ગંગા ને ત્યાં પ્રગટ કરી.બાપા એ કરેલા એ ડાર માં થી મીઠુ પાણી નીકળ્યુ. ઔરંગાબાદ માં બાપા એ એક બાળક ને તેના ઘર ની અગાસી પર થી નીચે પડી ગયેલ અને બાપા એ તેને તેડી ને બચાવી લીધેલ. એક વાર જયારે બાપા તેમના ગુરુ અને તેમની સાધુ જમાત જોડે જંગલ માં થી પસાર થતા હતા ત્યારે સિંહો નું ટોળું રસ્તા માં મળેલ અને બાપા એ તેમને સીતારામ નામ નો મંત્ર કર્યો અને તેમના રસ્તા પર થી ટોળા ને હટી જવા આદેશ આપ્યો અને સાધુ ની જમાત આગળ વધી.બાપા પરચા ઘણા છે જે લખાય તેટલા ઓછા છે.

આ ઘટના પછી બાપાની ભક્તિ અને શક્તિ જોઈ ને અને તેમના એક મહાન સંત શિરોમણી હ્રદય હોવા વિષે ગુરૂજીને કોઈ શંકા ના રહી. ત્યાર પછી તેમના ગુરુ શ્રી સીતારામજી એ બાપાને લોકો ની સેવા અને લોકો ને ધરમ નો માર્ગ સમજાવવા ના કામ માટે ઝુકાવવા હાકલ કરી અને બાપા ને સમાજ માં, જગત ના કલ્યાણ માટે ફરવાની પરવાનગી આપી. ગુરૂજી ની હાકલને અનુસરીને તેમની ઈચ્છા પૂરી કરવા માટે બાપાએ પોતાની સમાજ ઊધ્ધાર અને સેવાની યાત્રા શરૂ કરી.તેઓ સૂરત (લક્ષ્મીનારાયણ મંદિર), હાનોલ (રણજીત હનુમાનજી), ભાવનગર, પાલિતાણા, જેસર વગેરે જગ્યાઓ એ ફરતા અને સેવાની ધૂણી ધખાવતા કાલમોદર પહોંચ્યા. અહીં તેમણે સપ્તાહ કરી અને ત્રણ વર્ષ અહીં રહ્યા.બાપા ત્યાર પછી બગદાણા (તાલુકો-મહુવા, જીલ્લા-ભાવનગર) આવ્યા. અહીં તેમણે પાંચ બ ના મહત્વ ની વાત લોકો ને કહી :-

1) બગદાણા ગામ (અત્યારે બગદાણા ધામ તરીકે જાણીતું થઇ ગયું છે )
2) બગડેશ્વર મહાદેવ
3) બગડ નદી
4) મહાન ઋષિ બગડદાણ
5) બાપા બજરંગદાસ

બાપા બજરંગદાસે ત્યાર પછી અહીં સ્થાયી થઇ ને સેવા અને સમાજ સુધારણા ની અખંડ ધુણી ધખાવી અને આગળ જતા બાપા એ સુંદર આશ્રમ બનાવ્યો, બગદાણા માં રહી આસપાસના તમામ વિસ્તારોમાં સેવા અને લોકોના ઊધ્ધારના અનેક કાર્યો કર્યા. બાપા બજરંગદાસ એટલે જાણે મોટી ઉંમરનું બાળક, તદન સહજ, સરળ અને નિર્દોષ. તે નાના બાળકો ને બંડી ના ખીસ્સા માં થી ચોકલેટ આપે અને બદલામાં સીતારામ બોલાવે. આસપાસના બાળકો જોડે ગંજીપો રમતા, હુ તુ તુ રમતા અને ગિલ્લી દંડા પણ રમતા. નાના બાળકો સાથે એ નાના થઈ જતા. બાપા એટલે જાણે સાફ દિલ અને સરળ વાણી(સીધી સાદી વાણી માં ઘણો ઉપદેશ ), મનમાં તે મોઢે, પેટમાં કોઈ પાપ નહીં અને ધર્મ પ્રચાર નો કોઈ દેખાડો નહીં, તેમણે કદી સ્નાન, તિલક, માળા, પૂજાપાઠ ના કોઈ પ્રદર્શન કર્યા નથી કે નથી કોઈ પંથ કે સમુદાય કર્યો. તેમને અનુસરવા વાળા ભક્તો પણ તેમના જેવા જ સીધા સરળ છે. કોઈ દેખાડો નહી, કોઈ પંથ નહીં, ફંડ ફાળો ઊઘરાવવાની વાત નહીં, કે ખોટા ચમત્કારની વાતો ફેલાવતા નથી, એ તો બસ બાપા બજરંગદાસે બતાવેલા સેવા, ધર્મ અને સદાવ્રતના માર્ગે ચાલ્યા જ જાય છે.

પૂ.બાપાની પુણ્યતિથી પ્રતિવર્ષ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. પૂ.બાપાના સ્વધામ ગમન પછી ગાદી મંદિર ખાતે સતત અખંડ ધૂણો શરૂ રહ્યો છે.બાપાની પુણ્યતિથી પ્રતિવર્ષ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. પૂ.બાપાના સ્વધામ ગમન પછી ગાદી મંદિર ખાતે સતત અખંડ ધૂણો શરૃ રહ્યો છે. 4-1-2012 ના રોજ ૩5 મી પુણ્યતિથિની ઉજવણી કરાઈ.

બાપા ના પ્રસાદ ની મહિમા બગદાણા માં બહુ છે ત્યાં ની પ્રસાદ ની વ્યવસ્થા બહુ સુંદર છે અંને લોકો ને ચા ની પ્રસાદી પણ અપાય છે, લોકો પ્રસાદ લઇ ને ધન્ય થઇ જાય છે, સાચી શ્રદ્ધા થી જે બાપા ના ભક્તો જાય છે તેની બધી બીમારી દુર થઇ જાય છે અને ત્યાં ની ચા નો પ્રસાદ એટલે અદભુત આનંદ છે બગદાણા ધામ માં તમે જાવ એટલે બધી બાજુ એક જ અવાજ “બાપા સીતારામ ” અને ત્યાં ના સેવક મંડળ ની સેવા બહુ જબરદસ્ત છે ધન્ય છે બાપા બજરંગદાસ અને બગદાણા ધામ. બાપા સીતારામ .

પ્રસિધ્ધિની કોઈ ખેવના નહીં. કેવુ સુંદર અને અલભ્ય વિશ્વ છે બગદાણાનું એ તો ત્યાં ગયા પછી જ સમજાય. બાપા બજરંગદાસ કહેતા કે ખુલ્લી બાજી વાળા જ જીતે છે કારણ કે ખુલ્લી બાજી મારા રામજીને બહુ ગમે છે, બાકી ગુપ્ત બાજી પણ છેવટે તો ખુલ્લી થવાની જ છે અને પછી જગ નિંદા થશે તે અલગ.

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators