એક બ્રાહ્મણ બીલખા દરબાર રાવત વાળા પાસે પૈસા માગવા ગયો કેમકે તેને પોતાની દીકરીના લગ્નના ખર્ચ માટે થોડા રૂપિયાની જરૂર હતી. આ બ્રાહ્મણઠેઠ ઝાલા વાડ ના કોઈ ગામડેથી આવેલો. બાપુના બંગલા આગળ આવીને ઉભો, નોકરે રાવત બાપુને ખબર આપ્યા કે એક બ્રાહ્મણ આપને મળવા માગેછે.
બાપુએ બાહ્મણ ને પોતાના બંગલામાં અંદર બોલાવ્યો. અને મળવાનું કારણ પૂછ્યું, બ્રાહ્મણે પોતાની દિકરીના કન્યાદાન માટે કરિયાવર અને મોટી જાનના જમણ વાર માટે ખર્ચ કરવો પડશે,એ માટે મારે થોડા પૈસાની જરૂર છે, બ્રાહ્મણે કીધું બસ્સો રૂપિયાની જરૂર છે, બાપુએ તુરત પૈસા આપવાની વ્યવસ્થા કરી આપી, અને બ્રાહ્મણ ને પ્રણામ કરી વિદાય આપી. પૈસા લઇ બ્રાહ્મણ ઘરે આવ્યો, પત્નીને વાત કરી.
બ્રાહ્મણ બિલખા ગયો એ પછી બ્રાહ્મણી ને વિચાર આવેલો કે ખોટા વહેવારમાં તણાય જઈ લગ્નમા આટલો બધો ખર્ચ કરવો એના કરતાં આર્યસમાજ વિધિથી લગ્ન કરાવીએ તો બહુ ખર્ચો નો થાય, અને જે પૈસા બચે એમાંથી દિકરીને કરિયાવર કરીએ અને વધે એ પૈસા આવતે વર્ષે દિકરો કોલેજમાં જશે એ ખર્ચમાં વાપરીએ, માટે તમે બીલખા જઈને રાવત વાળા બાપુને વાત કરો, કેમકે બાપુ પાસે આપણે દિકરીના લગ્ન ના ખર્ચ માટે પૈસા માગેલા અને આપણે આપણી મરજીથી બીજા કામ માટે પૈસા વાપરીએ એ અન્યાય કહેવાય,
બ્રાહ્મણ બીલખા આવ્યો અને બાપુને બધી બીનાની વાત કરી, બાપુએ કીધું કે દિકરાની કોલેજ માટે વધુ ખર્ચ થશે . માટે આ બીજા પાંચસો રૂપિયા વધુ લઇ જાઓ એમ કહી બાપુએ બીજા પાંચસો રૂપિયા આપ્યા .
Images Courtesy: IndianRajputs.com