બળદ ગાડા વિષે તમને સહુ કોઈ ને માહિતી છે જ એના વિષે બહુ વધારે વાત ના કરતા થોડી ઉપર છલ્લી માહિતી આપી દઉં તો, બળદ ગાડુ એટલે આપણા લોકજીવનનું અભિન્ન અંગ. પ્રાચીન કાળમાં જયારે વાહનોની શોધ થઇ ન હતી ત્યારે મુસાફરી કરવા અને માલસામાનની હેરાફેરી કરવા માટે બળદગાડાનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવતો હતો, ત્યારે ગાડાંને ઉંટ અથવા બળદ સાથે જોડી ને ઉપયોગ કરવામાં આવતો હતો. ગાડાંમાં આમ તો બે અને ક્યારેક ક્યારેક એક બળદનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં આપણા ગુજરાત રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મોટે ભાગે બે બળદ જોડેલું ગાડું જોવા મળે છે.
હવે તો આધુનિક જમાના પ્રમાણે ટ્રેક્ટરનું ચલણ થઇ ગયું હોવા છતાં આજે પણ ગુજરાતમાં ગામડાંઓમાં બળદગાડું જોવા મળે છે.
જયારે બસો ની સગવડ ઓછી હતી ત્યારે લગ્ન પ્રંસગે જાન મુખ્યત્વે ગાડાઓ માં જતી હતી, જેને વેલડું પણ કહેવામાં આવતું.
ટ્રેકટર અને ખેતીના આધુનિક સાધનો વચ્ચે બળદ ગાડું વિસરાઈ ગયું છે, આજ કાલ તો બળદગાડું બનાવતા સુથારો અને લુહારો પણ જોવા મળતા નથી, અને બળદ ને પ્રસંગોપાત જે શણગાર કરવામાં આવતો તે શણગાર ગુંથવા વાળા મોચીઓ પણ આજકાલ શોધવા જવા પડે તેમ છે,
બળદ અને બળદગાડાનો ઇતિહાસ વાંચતા ખબર પડે છે કે જુના જમાનાના ખેડૂતો પોતાના બળદને જેમ પોતાનો દીકરો હોય તેમ સાચવતા હતા, વાવણી ના સમયે તેની શાસ્ત્રોક્ત વિધિસર પૂજા પણ કરવામાં આવતી હતી, બળદ નું ખેતી માં અનેરું મહત્વ હતું, આજે ભલે તેનું સ્થાન ટ્રેકટરો એ લઇ લીધું હોય પરંતુ ઓર્ગેનિક ખેતી ની સલાહ આપવા વાળા યુનિવર્સીટીના વૈજ્ઞાનિકો આજે પણ મને છે કે જમીન માં ખેતીના ઉત્પાદનમાં વધારો કરવા માટે બળદ નો એક અસામાન્ય રોલ હોય છે. તેના પગ જયારે ખેતરમાં પડે છે ત્યારે તેની ખરી માં રહેલા બેક્ટેરિયા જમીન સાથે ભળી ને ખેતરની ઉત્પાદન ક્ષમતાને વધારી દે જે, જેથી જ તો પહેલા ના સમય માં રાસાયણિક ખતરો નો ઉપયોગ ઓછો થતો હતો.
આજે બળદ ગાડુ ખેતર અને જમીન છોડી ને આપણા ઘરોના શો-કેસ અને ટિપોઈ પર આર્ટિફેક્ટ્સ અથવા ઘર સજાવટ ના સમાન અને શો પીસ તરીકે સ્થાન પામી ચૂક્યું છે.
ગૃહ સજાવટ ના સમાન તરીકે મળતા બળદ ગાડાઓ કેવા હોય છે?
- આવા બળદગાડાઓ ખાસ કરી ને આકારમાં નાના અને તમારા શો-કેસ અથવા ટિપોઈ કે સેન્ટર-ટેબલ પર સમાઈ જાય અને તેની શોભા વધારે એવા હોય છે.
- તેના મટીરીયલ અથવા શેમાંથી બનાવવામાં આવે છે એ જોઈએ તો આવા બળદગાડાઓ મુખ્યત્વે લાકડા અને બ્રાસ માંથી બનાવવામાં આવે છે. ઘણી વખત તેના પર સોનેરી કલર ચડાવવામાં આવે છે.
- ઘણા ખરા બળદગાડાઓ ને વસ્તુ શાસ્ત્રીઓ ઘરમાં રાખવાની પણ સલાહ આપે છે, જે તમારી ધીમીગતિની પણ સાચી દિશાની પ્રગતિ દર્શાવે છે.
- અમુક ગાડાઓ મેટલમાંથી બનેલા અને એક અથવા બે બળદ જોડેલા હોય છે, જયારે અમુક ગાડાઓ માં બળદ નથી હોતા અને લાકડાને પોલિશ વાર્નિશ કરીને બનાવેલ હોય છે, જે પણ ખુબ જ આકર્ષક દેખાય છે.
આ સમગ્ર પેજ માં તમારા માટે ખાસ, એમેઝોન વેબસાઈટ પર ઉપલબ્ધ આવા ઘરસજાવટના બળદ ગાડાઓ શોધી શોધી ને મુખ્ય છે, જો તમે પણ આપણા આવા સાંસ્કૃતિક વરસ સમા બળદ ગાડાઓ ને તમારા ઘરમાં જગ્યા આપવા માંગતા હો તો તમે સાચી જગ્યા પર આવ્યા છો,
ઘરસજાવટના સમાન તરીકે મળતા બળદગાડાઓ અને એવી ઘણી બધી વસ્તુઓ તમારી આજુબાજુ ની દુકાનો પર પણ મળતી હોય છે. તમે ત્યાંથી ખરીદી કરો અથવા તમારા ગામ માં કે આજુબાજુના ગામમાં જો કોઈ લુહાર કે સુથાર આવી વસ્તુઓ બનાવતું હોય તો તમે એમની પાસેથી ખરીદી કરો અથવા જો તમે ઇચ્છતા હોય કે એમનો વ્યાપાર વધે અને વધારે ને વધારે લોકો એમના સુધી પહોંચે તો તમે અમને જણાવો, અમે તેમની મદદ ચોક્કસ કરીશું.