લોકગીત

ચારણ કન્યા

Charan Kanya by Zaverchand Meghani

Charan Kanya by Zaverchand Meghaniસાવજ ગરજે
વનરાવનનો રાજ ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
માં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમંદર ગરજે !

Charan Kanya by Zaverchand Meghaniક્યાં ક્યાં ગરજે
બાવળના જાળામાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે

Charan Kanya by Zaverchand Meghaniથર થર કાંપે
વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડા કાંપે ઝાડ તણાં પાંદલડા કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓનાં જળ પણ કાંપે
સૂતાં ને જાગતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે


Charan Kanya by Zaverchand Meghaniઆંખ ઝબૂકે !
કેવી એની આંખ ઝબૂકે
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે

Charan Kanya by Zaverchand Meghaniજડબાં ફાડે !
ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્વાર ઉઘાડે !
પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ ! લસ ! કરતા જીભ ઝુલાવે

Charan Kanya by Zaverchand Meghaniબહાદુર ઊઠે !
બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે !
જાણે આભ મિનારા ઊઠે !

Charan Kanya by Zaverchand Meghaniઊભો રે‘જે
ત્રાડ પડી કે ઊભો રે‘જે !
ગીરના કુત્તા ઊભો રે‘જે !
કાયર દુત્તા ઊભો રે‘જે !
પેટભરા ! તું ઊભો રે‘જે !
ભૂખમરા ! તું ઊભો રે‘જે !
ચોર-લૂંટારા ઊતો રે‘જે !
ગા-ગોઝારા ઊભો રે‘જે !

Charan Kanya by Zaverchand Meghaniચારણ કન્યા
ચૌદ વરસની ચારણ-કન્યા
ચૂંદડિયાળી ચારણ-કન્યા
શ્વેતસુંવાળી ચારણ-કન્યા
બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હિંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘૂમંતી ચારણ-કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા
જગદમ્બા-શી ચારણ-કન્યા
ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા

Charan Kanya by Zaverchand Meghaniભયથી ભાગ્યો !
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !

– ઝવેરચંદ મેઘાણી

Charan Kanya by Zaverchand Meghani૧૯૨૮નું વર્ષ છે. ઝવેરચંદ મેઘાણી કવિ દુલા ભાયા કાગ સહિતના કેટલાક સાથીદારો સાથે ગીરમાં તુલસી શ્યામ પાસે આવેલા ખજૂરી નેસમાં બેઠા હતા. સાંજ થવા આવી હતી. એ વખતે રાડ પડી, એ.. આપણી પેલી હીરલ નામની વાછરડીને સાવજ ઉપાડી ગયો ! ઘડીભરની રીડિયારમણ વચ્ચે દૂધ પી રહેલા મેઘાણીની તાંસળી હોઠ પાસે જ અટકી ગઈ અને મોટેરાંઓને કશી સૂઝ પડે એ પહેલાં તો નેસમાં રહેતી ૧૪ વર્ષની હીરબાઈ નામની દીકરીએ ડાંગના બે ભાઠાં ફટકારીને સિંહને ભગાડી મૂક્યો. નરી આંખે જોયેલા એ દૃશ્યથી શાયર મેઘાણીનો માંહ્યલો જાગી ગયો. ઓહોહો.. આ ૧૪ વર્ષની દીકરીનું આવું પરાક્રમ? વનરાવનનો રાજા ગરજે એ સાથે ભલભલા મરદ મૂછાળાની ફેં ફાટી રહે જ્યારે એ ડાલામથ્થા સાવજની સામે એક ડાંગભેર ઊભી રહેતાં આ ૧૪ વર્ષની ચારણકન્યાના પેટનું પાણીય ન હલ્યું? અને શૂરવીરતાના પૂજક મેઘાણીના હૈયે જે વાણી ફૂટી એ કાયરના ખોળિયેય ભડભાદરનો પાનો ચડાવતી અમર ગુજરાતી કવિતા ‘ચારણ કન્યા’!

કવિ કાગે આ ઘટનાના સાક્ષી તરીકે લખ્યું છે, ‘‘.. એ વખતે ‘ચારણ કન્યા’ ગીત મેઘાણીભાઈ કાગળ-કલમ સિવાય કંઠોકંઠ રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠયું. આંખો લાલ ધ્રગેલ તાંબા જેવી થઈ ગઈ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે માંડ માંડ એમને પકડી રાખેલા.’’

(ઉપરોક્ત લખાણ સંદેશ માં આવેલા એક ખાસ લેખમાંથી લેવામાં આવ્યું છે – લેખક: લલિત ખંભાયતા)

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators