જાણવા જેવું

કાઠીયાવાડમાં કોફીની સાહસિક ખેતી

Coffee Farm Kutiyana

બ્રાઝિલ, ફ્રાન્સની જેમ ઘેડ પંથકમાં પણ કોફીનું વાવેતર, કુતિયાણા પંથકના છત્રાવા ગામના અરજણ ભાઈ ભોગેસરાએ પોતાના ખેતરમાં ૧પ વીઘા જેટલી જગ્યામાં કોફીના વાવેતરનો પ્રયોગ કર્યો

ખેડૂતોની નવી પેઢીની નવા વાવેતર તરફ પહેલ
કુદરત પણ મહેરબાન થતા વીઘે બે ખાંડીનો ઉતારો

સૌરાષ્ટ્ર, સોરઠના ખેડૂતો મહેનતું અને હવે તો સાહસિક બની ગયા છે. નવા નવા અખતરા અને નવા નવા વાવેતર સાથે દેશભરમાં જાણીતા બનવા લાગ્યા છે.કુતિયાણા પંથકના એક ખેડૂતે કોફીનું વાવેતર કરી ખેતી ક્ષેત્રે એક નવી પહેલ કરી છે.

ઘેડ પ્રદેશ ઉંધી રકાબી જેવો ગણાય છે અને આ વિસ્તારમાં જુવાર અને ચણાનું મોટા પાયે વાવેતર વર્ષોથી કરવામાં આવે છે. દેશના અન્ય ભાગોમાં જે રીતે ખેડૂતો વૈવિધ્ય તરફ આગળ વધી રહ્યા છે અને નવા નવા અખતરા અને અવનવા વાવેતર કરી સમૃધ્ધિ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર અને સોરઠના ખેડુતો પણ આવા અવનવા અખતરા અને પાક વૈવિધ્યથી પાછળ કેમ રહે? સૌરાષ્ટ્ર અને સોરઠમાં ખેડૂતોની પેઢી હવે બદલાઈ રહી છે અને પરંપરાગત ખેતીને બદલે કંઈક હટકે કરનારી નવી પેઢી આવી ગઈ છે. ખેતીમાં કંઈક નવા વિચારો અને નવી દિશામાં આગળ વધવાની તમન્ના સાથે નાની ઉમરના ખેડૂતો નવા નવા પાકના વાવેતરની પહેલ કરી રહ્યા છે. કુતિયાણા પંથકના છત્રાવા ગામના અરજણ ભાઈ ભોગેસરાએ પોતાના ખેતરમાં ૧પ વીઘા જેટલી જગ્યામાં કોફીના વાવેતરનો પ્રયોગ કર્યો છે.સારા કામમાં તો કુદરત પણ સાથ આપે તેમ અરજણભાઈના આ પ્રયોગમાં કુદરતે પણ સાથ આપ્યો અને કોફીનું ઉત્પાદન પણ સારા પ્રમાણમાં થયું છે. હાલ તો કોફીના ભાવ એક મણના રૃપિયા ૪૦૦ જેટલા મળી શકે છે.એક વીઘા જેટલી જગ્યામાં બે ખાંડી કોફીનો પાક ઉત્પન્ન કરી શકાય છે. એ જોતા એક વીઘે ૧૬ હજાર જેવી આવક થઈ શકે છે. કોફીના વાવેતર બાદ પશુ,પક્ષી કે અન્ય પ્રાણીઓનો ડર રહેતો નથી.કોફીનો સ્વાદ કડવો હોય અને તેમાં કેફીન નામનું દ્રવ્ય હોવાથી પાકના વાવેતરમાં પશુ,પક્ષીના નુકસાનનો ડર રહેતો નથી.


    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators