કલાકારો અને હસ્તીઓ

કવિ દલપતરામ

Kavi Dalpatram
Kavi Dalpatram
કવિ દલપતરામ

જન્મ: ૨૧ જાન્યુઆરી – ૧૮૨૦ , વઢવાણ
અવસાન: ૨૫ માર્ચ – ૧૮૯૮ , અમદાવાદ

મૂખ્ય કૃતિઓ:
કવિતા – ફાર્બસ વિરહ, વેન ચરિત્ર, હુન્નર ખાનની ચઢાઇ,માના ગુન્ન્
નિબંધ – ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ
નાટક – મિથ્યાભિમાન, લક્ષ્મી
વ્રજભાષામાં – વ્રજ ચાતુરી
વ્યાકરણ – દલપત પિંગળ

જીવન:
ગુજરાતી સાહિત્યના પુનરોદ્ધારકોમાં કવિ દલપતરામ ડાહ્યાભાઈનું નામ અગ્રગણ્યોમાં છે. સૌરાષ્ટ્રના વઢવાણ ગામમાં ઇ.સ. ૧૮૨૦ના જાન્યુઆરી મહિનાની ૨૧મી તારીખે તેમનો જન્મ થયો. ગામઠી નિશાળમાં અક્ષરજ્ઞાન મેળવી આઠ વર્ષની વયથી જ એમણે સામવેદનો અભ્યાસ કરવા માંડેલો. મૂળી ગામમાં જઈ તેમણે દેવાનંદ સ્વામી પાસે પીંગળ અને અલંકાર શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું ને ત્યાં સ્વામીનારાયણ સંપ્રદાયની દીક્ષા લીધી. અમદાવાદમાં સારસ્વત વ્યાકરણ તથા કુવલયાનંદનો અભ્યાસ કર્યો. બચપણમાં એમણે ‘કમળલોચિની’ અને હીરાદંતી’ નામે બે વાર્તાઓ દોહરા ચોપાઈમાં રચેલી. ‘જ્ઞાનચાતુરી’ નામે એક ઉપદેશાત્મક કાવ્યગ્રંથ પણ લખેલો.

કવિ દલપતરામે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે. આ કાવ્યો ગુજરાત રાજયની પ્રાથમિક, માઘ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે. અંધેરીનગરી એક લોકપ્રચલિત કથા પરથી લખાયેલુ કાવ્ય છે…. પુરી એક અંધેરીને, ગંડુરાજા, ટકે શેરભાજી, ટકે શેરખાજા, બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે, કદી સારી બૂરી ન વેચે વિવેક, કવિ દલપતરામે માંના ગુણ વર્ણવીને કહ્યું છે કે… હતો હું સૂતો પારણે, પુત્ર નાનો, રડુ છેક તો રાખતું કોણ છાનો, મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ? મહા હેતવાળી દયાળી જ માં તુ.


વૈદિક કર્મકાંડ છોડી સ્વામિનારાયણ સંપ્રદાય સ્વીકાર્યો
સુધારા યુગના મહત્વના કવિ

સન્માન:
બ્રિટિશ સરકાર તરફથી સી.આઇ.ઇ.ઇલ્કાબ

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators