દુહા-છંદ લોકગીત

દશાવતાર – દોહા

Dashavtar of Loard Vishnu

પૂર્ણ બ્રહ્મા કરશન પણાં, અળ્યાં કૃષ્ન સાર;
કામપૂરણ કરશન સદા, સામ કૃષ્ણ વર આધાર.

કૃષ્ણ કૃષ્ણ કે’તાં થકી, ઓધરિયાં અણપાર;
તો ખોટી બાજી તજો, કૃષ્ણ ભજો કિરતાર.

રામ કૃષ્ણ ઇક રૂપ છે, જુદાં જરા ન જાણ;
આપ સત્તાથી અવતરે, દૈત દહન દહીવાણ.

રૂપ ગહન શક્તિ ગહન, ગાવા ગુણ આગાર;
કવિ પુરાણે જે કથ્યા, વરણું દશ અવતાર



૧) મીન

છપ્પય
બ્રહ્મ વેદકો હરન, કરન અકરન જગકામં,
દૈત્ય મહા દહીવાણ, સુર નર ગણે ન શામં;
અધરમ કરે અપાર, નિરંકુશ રહે નિરંતર,
ડરે દેવ નર નાગ, કોટિ વિધિ કરત કુમંતર.
’કાગ’ કહત સુર રાવ સુણિ,
મીન રૂપ આપે થિયા;
શંખાસુર સંઘારિને,
બ્રહ્મ વેદ પાછા લિયા.


૨) કમઠ

દૂન વખત દહીવાણ ! દેવ ને દૈત બુલાયા,
બહતર કોટિ અસુર, ક્રોડ તેત્રીસે આયા;
મથ્યો સિંધુ મહારાજ, કાજ દેવનકા કરિયા,
ચૌદ રતન દધિ લીધ, જેમ ઓપે ઇમ ધરિયા.
’કાગ’ કહત જય નાથ જય,
હરન દુ:ખ જય જય હરિ,
સિંધુ મથ્યો અશરણશરણ,
કમઠ રૂપ ધારણ કરી.


૩) વરાહ

તૃતીય વખત ત્રણરાવ ! દ્વૈત જાગ્યો વિકરાલં,
ડરહિ ન અડરન દૈત્ય, કોપ સુર કંપ કરાલં;
ધરા લહિ અધરાન, જાત પાતાળ ઝપાટે,
તેહિ જાણી સુર નાગ, મનુજ ભયભીત સપાટે.
ક્રોધ રૂપ વારાહકો,
હિરણ્યાક્ષ ઢાહન કરી;
‘કાગ’ કહત વારાહ જય,
ધરા નાથ દંતે ધરી.


૪) નૃસિંહ

ચારી વખત ધર શામ ! દૈત હિરણાકંશ જાગ્યો,
મહાપાપ ધર માંડ, થંભ ધર થડકન લાગ્યો;
ફડક બાણ ફણધાર, ધડક દેવન મન ધારે,
ધરણિ ભાર સર ધડક, ‘પાહિ’ મુખ નાથ પુકારે.
’કાગ’ કનક કશિપુ હણ્યો,
ધોમ ક્રોધ આપે ધરી;
કીન વાર પ્રહલાદકી,
નૃસિંઘ રૂપ જય નરહરિ !


૫) વામન

પંચ વખત પરજ્ઞાન ! રિયણ પ્રગટ્યો બળરાજં,
યજ્ઞ નવાણું કીન, સોહે ઇંદ્રન સમ સાંજ;
દેખ ડર્યો મન દેવ, રાજ સુરપતકો લીજે,
વિયાકુળ સબ વિબુધ, દયા કર ધીરજ દીજે.
‘કાગ’ કહત બળ છળનકો,
લઘુ રૂપ નાથે ધર્યો.
વામનસે વિરાટ બણી,
ભુવન તીન ત્રય પદ ભર્યો.


૬) પરશુરામ

છઠે વખત સુરરાય ! આપ ધાર્યો અવતારં,
જમદગ્નિ હો તાત ! માત રેણુકા ધારં;
કામધેનુ હિતકર દેવ હિતકાર દયાળં,
પરશુરામ પરમેશ, રોષ જ્વાળા વિકરાળં,
ઇકવીશ વાર નિક્ષત્રિ ઇલા,
ધોમ પરશુ કર ધાર તે;
‘કાગ’ કહત, પરશુધરન !
ઉતાર્યો ભૂ ભાર તે.


૭) રામ

સપ્તમ વખ્ત સુરેશ ! દૈત્ય લંકાપતિ રાવન,
ડરે શેષ દિગપાળ, પુત્ર મહ ઇન્દ્ર નસાવન;
ધરર કચ્છ ધર થંભ, ધીર બ્રહ્માદિ ન ધારે,
ધરણિ ભાર સર ધ્રૂજી, પાહિ સુખ રામ પુકારે.
‘કાગ’ કહત ધર રાવ સુણી;
રામ રૂપ આપે ધર્યા;
સિયા-હરણ દશશીશકો,
વંશ—નાશ રણમાં કર્યો.


૮) કૃષ્ણ

અષ્ટમ વખ્ત, અવિનાશ ! કંસ ધર હુવો કરાલં,
દૈત ઘણા વિકરાળ, કામધેનુ જન કાલં;
હુવો મહા ભૂભાર, કહે ધર ત્રાહિ અપારં,
સકળ નિવારણ પાપ, કૃષ્ણ રૂપે કિરતારં.
કંસ આદિ રાક્ષસ હણ્યા,
અવનિ શાંત હો ઇશ્વરા !
’કાગ’ કહત હરિકૃષ્ણ ! તેં,
ધર્મ વેદ સ્થાપ્યો ધરા.


૯) બુધ્ધ

નવમ વખ્ત નારા’ણ ! જુગ ધર જામ્યો,
ચાર ધર્મનો નાશ, વેદ મારગ પણ વામ્યો;
ભણ્યા શૂદ્ર તે વેદ, બ્રહ્મ વેદ જ નહ જાણે,
ક્ષત્રિ ધરમને છાંડ, પંથ અવળા બહુ તાણે.
પાપ રૂપ પરજા બની.
કમઠ શેષ દિગ કણકણ્યા;
ધરી સમાધિ ધ્યાન તે,
બુધ્ધ રૂપ આપે બણ્યા.


૧૦) નિકલંક—કલ્કિ

દશમ વખ્ત હે દેવ ! રૂપ નિકલંકી ધારો,
પાપ વૃંદ ઉથાપિ, ધરાનો ભાર ઉતારો,
એક એક તુંહિ એક, એક હો દીનદયાળા !
આપ કૃપાના ધામ ! અસુર ઉપર વિકરાળા !
દશ રૂપ ભૂપ ત્રય ભુવનકે,
ધામ પરમ કાને ધરો,
કૃષ્ણ-બ્રહ્મ-નિકલંક ! જય.
’કાગ’ શીશ કરુણા કરો !


કાગવાણી—દશાવતાર /કાગવાણી ભાગ 1/ગુર્જર/ કવિતા 75/ પાનુ:96

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators