હડમતીયા, જામનગર
જંગલ ના વગડામાં આવેલી ઘોડાસરા પીર (ઘોડાખરા પીર) ની જગ્યાનું અહિં ખુબ જ મહત્વ રહેલું છે. કહેવાય છે કે આજ થી અંદાઝે ૪૦૦ થી ૫૦૦ વર્ષે પૂર્વે હડમતીયા (મતવા) ગામ ભાંગવા માટે બારવટીયાં આવેલ. જે સમયે સિંધુ કુટુંબના સાત હિંદુ ભાઈઓ ગામ લોકોની રક્ષા કરવા માટે ગયેલા અને શહિદ થયેલા તેમાંથી સૌથી મોટા ભાઈ આજ અહિં ઘોડાસરા (ઘોડાખરાપીર) તરીકે પુજાય છે. અત્યારે પણ ગામ લોકો ની રક્ષા કરે છે.
કહેવાય છે કે આજથી આશરે ૭૦ વર્ષ પહેલા ગામ પટેલ ને તેમના દર્શન આપતા હતા. તેમજ કોઇ ખાસ અષાઢી બીજ ના દિવસે તેમની મસાલ જોવા મળી રહે છે. ગામ થી દુર જંગલમાં વસેલા હોવાથી અહિં જતા આજે ગામ લોકો ડરતા હોય છે. પરંતુ ત્યાં જઇને કોઇ દિવસ ફકત ૧ કલાક પ્રસાર કરે ત્યારે જ તેમના દિવ્ય ચૈતન્ય નો અસર જોવા મળે છે. હાલ માં પણ આ જ્ગ્યાની આસપાસ ની વાડીઓ માં અનેક જ્ગ્યાએ ઘોડાસરાપીર (ઘોડાસરાપીર) ના ઘોડા ના પગના ડાબલા ના ચિંહો જોવા મળે છે. અહિં આવેલ ઘોડા ના ડાબલા ના ચિંહો તમે દિવ્યેશ જંયતીભાઈ સંઘાણી ની વાડીમાં જોઇ શકો છો. તેમજ હાલમાં તેઓ અહિં સફેદ રંગ ના મુછ વાળા સાપ તરીકે ઘણાં ભકતો ને તેમના દર્શન પણ આપે છે.
“શ્રી ઘોડાસરાપીર (ઘોડાખરાપીર) ની જગ્યાનું સ્થળ” એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં જામનગર શહેરથી ૩૦ કિલૉમીટર દુર આવેલું પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ તેમજ જામનગર જિલ્લાનું મુખ્ય યાત્રાધામ છે. આ યાત્રાધામ સુધી પહોચવા માટે જામનગર થી કાલાવડ હાઇવે ઉપર ૨૨ કિલોમીટરે મોડપરનું બસસ્ટૅન્ડ આવેલું છે, જ્યાંથી હડમતીયા (તા. જામનગર) ૪ કિલોમીટરે આવેલ છે અને ત્યાંથી ૫ કિલોમીટરે શ્રી ઘોડાસરાપીર (ઘોડાખરાપીર) ની જગ્યાનું સ્થળ આવેલી છે.
ગૂગલ પર નકશો જુઓ :
View Ghodasara Hindu Pir ઘોડાસરા (ઘોડાખરા) હિંદુ પીર in a larger map