ચા એટલે ગીર નો કહુંબો, ચા એટલે ગીર નું અમૃત
ગીરના કોઈ નાના એવા માલધારીના નેહડામાં જો તમે જાવ અને એ જ માલધારી એમના પહુડાઓ જેવા કે બકરા, ઘેટાં, ગાય કે ભેંસ ના તાજા શેડ કઢા દૂધ માંથી, ત્રણ પાણકાઓ નો માંગરો (ચૂલો) માંડી અને ચા બનાવે, એનો સ્વાદ તો ભાઈ કહુંબા ને પણ પાછળ પડી દે એવો હોય હો.