14 મી સપ્ટેમ્બર હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતની બંધારણ સભા 14 મી સપ્ટેમ્બર 1949 ના રોજ યુનિયન સત્તાવાર ભાષા તરીકે દેવનાગરી લીપીમાં હિન્દી ભાષાને રાષ્ટ્ર ભાષા તરીકે અપનાવી હતી. અને ત્યારથી આ દિવસ હિન્દી દિન એક રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવાય છે. જેવી રીતે આપણને ભારત દેશનું ગૌરવ છે, રાષ્ટ્ર ધ્વજનું ગૌરવ છે તેવી જ રીતે આપણને રાષ્ટ્ર ભાષા હિન્દીનું ગૌરવ હોવું જોઈએ. ભારતના દરેક રાજ્યોની બોલી અલગ અલગ છે, પરંતુ આપણી રાષ્ટ્ર ભાષા એક હિન્દી જ છે. આપણી રાષ્ટ્ર ભાષા હિન્દીનું સન્માન એ દરેક ભારતવાસી માટે ગૌરવસમાન છે. તો આ રાષ્ટ્રીય તહેવાર – હિન્દી દિનની ઊજવણી પણ આપણે અન્ય તહેવારોની જેમ હર્ષોલ્લાસથી કરવી જોઈએ.
आजका दिन ये हिन्दी दिन, हिन्दी समजो और समजाओ
खुद पढ़ो, दूसरो को पढ़ाओ, और हिन्दी को अपनाओ
ये देश हमारा हिन्दुस्तान है, और हम हिन्दुस्तानी है |
હિન્દી ભાષા, ભારતના અગ્રણી રાજ્યો (પ્રાંતો) બોલાય છે અને સમજાય છે. ભારતના બંધારણ દ્વારા હિન્દી મુખ્ય ભાષા હોવાની વિશિષ્ટતા ધરાવે છે. હિન્દી ભારતમાં લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે. હિન્દી ભારતમાં એક અનમોલ સંપર્ક ભાષાના રૂપમાં કાર્ય કરે છે તેમજ વ્યાકરણની દ્રષ્ટિએ પણ તે એક ઉન્નત ભાષા છે. હિન્દી ભાષાનો અભ્યાસ વિશ્વમાં અનેક યુનિવર્સિટીઓમાં અત્યંત રસ સાથે કરવામાં આવે છે. અનેક રાજકારણીઓ, કે જેમણે ભારતની સ્વતંત્રતા માટે લડાઈ કરી હતી, વાસ્તવમાં તેઓ હિન્દીને રાષ્ટ્ર ભાષા બનાવવા ઈચ્છતા હતા. હિન્દી ભાષાનું ક્ષેત્ર અન્ય ભારતીય ભાષાઓની તુલનામાં અધિક વ્યાપક છે. મધુર હિન્દી ભાષા આસાનીથી બોલી શકાય છે અને સમજી શકાય છે. વિશ્વમાં ચાઇનીઝ અને અંગ્રેજી પછી હિન્દી બોલવાવાળાઓની સંખ્યા વધારે છે. તેમજ હિન્દી ભાષા ભારતીયતાનું એક પ્રતિક છે. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન હિન્દી એક મહત્વનું શસ્ત્ર હતું. હિન્દી વિવિધતામાં એકતાનું પ્રતીક છે.હિન્દી રાષ્ટ્રીય ચેતનાની વાહક રહી છે તેમજ ભારત દેશની આત્મા છે. હિન્દી, ભારતની અખંડિતતા ઓળખ છે. હિન્દીએ દેશની સભ્યતા, સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખવામાં પ્રમુખ ભૂમિકા ભજવી છે. ખરેખર, બધી જ ભારતીય ભાષાઓમાં હિન્દી પ્રમુખ ભાષા છે.
तारों के बिना कभी विद्युत संचार नहीं होता
रेखाओ के बिना चित्र कभी तैयार नहीं होता |
देश के भावि कर्णधारों ! जरा सोचो…………….
संयमी नौजवान के बिना देश का विकास नहीं होता |
આઝાદી પછી બહુમતીથી હિન્દી ભાષાને આપણી રાષ્ટ્ર ભાષા તરીકે સ્વીકારવામાં આવી છે, પરંતુ હાલના સમયમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવથી હિન્દી ભાષાનું મહત્વ ઓછું થતું જાય છે. ઘણા લોકો હિન્દી દિન ક્યારે આવે છે તે પણ ભૂલતા જાય છે ! હિન્દી ભાષા સૌ કોઈ જાણે છે, પરંતુ તેના મહત્વને સ્વીકારનારો વર્ગ ઓછો થતો જાય છે. આપણી રાષ્ટ્ર ભાષાનું ગૌરવ એ આપણા રાષ્ટ્રનું ગૌરવ છે. આ ગૌરવને જાળવવા સૌએ જાગૃત થવાની જરૂર છે. કોઈ એક-બે વ્યક્તિના વિચારોથી આ સન્માન જળવાશે નહિ, પરંતુ દેશના તમામ લોકોએ સાથે મળી હિન્દી ભાષાને અને હિન્દી દિનને સન્માન આપવું જોઈએ.
બની જાય કેડી નવી એક આખી,
છૂટક જો પડેલા પરોવાય પગલાં.
-ટહુકાર.કોમ