સૌરાષ્ટ્રનો ઈતિહાસ,
મરદ મુછાળા ની ભુમી કાઠીયાવાડ કે જ્યાં વીરો નાગી તલવારુ નચાવતા હોય એ ખુમારી છે, ધરમ માટે માથડા વાઢતા તથા પોતાના માથા ઉતારનારાઓ ની ભુમી છે.. માં ભોમ અને ધરમ માટે ખપી જાનારાઓ થી અહીં નો ઈતિહાસ સાક્ષી પુરે છે. આ સંત અને સુરા ની ભૂમિ સૌરાષ્ટ્ર સોરઠ કાઠીયાવાડ છે.. એક કાઠીયાવાડી શું છે એનું વર્ણન કરવા માટે કંઈ કેટલા પાના ઓછા પડે. તમારા બધા ના રૂદિયા માં ક્યાંક દ્વારકાધીશ રેહતો હશે, તો ક્યાંક ક્યાંક ભોળિયોનાથ વસતો હશે, ક્યાંક ક્યાંક સોરઠ નો સાવજ ગરજતો હશે, ક્યાંક તો વળી ઝાલાવાડી ખુમારી, અને ક્યાંક ગિરનારી શાંતિ રમતી હશે. દોસ્તો, કાઠીયાવાડી ને મારા કરતા તમે વધારે જાણો છો. ચાલો આપણે સહુ સાથે મળી ને નાત જાત ના ભેદભાવો ભૂલીને ભારતીય હોવાનો ગર્વ લિયે, આપણી માતૃભાષાનું સંવર્ધન કરીએ..
ઇંગ્લેન્ડ ગ્રીસ અને રોમ ની તવારીખોની જોડમાં બેસે તેવી ઘટનાઓ કાઠીયાવાડની ભૂમિ પર બનેલી છે, પણ આજની સેક્યુલર અને કોન્વેન્ટ ને ભણવાવળી પેઢી થી અજાણ છે, આ બ્લોગમાં તમે સૌરાષ્ટ્રની ખમીરવંતી ભૂમિ ની શુરવીર હસ્તીઓ, પ્રભુ ને પોતાના ઘરે આવવા મજબુર કરે તેવા સંતો, સતીઓ, શુરવીરો અને વીરાંગનાઓ વિષે માહિતી મેળવી શકશો, આ ઉપરાંત લોકગીતો, બાળ ગીતો, શૌર્ય કથાઓ, ભજનો તો ખરા જ…
ચાંપરાજ વાળો
શૌર્ય કથા મોટું ભળકડું હતું. હબસીના મોઢા જેવું અંધારું હતું.ક્યાંઇક ક્યાંઇક વીજળીના સળાવા થતા હતા. તેમાં ભાદરનું ડહોળું…
અમરજી દિવાન
જુનાગઢના એક સમય ના બાહોશ દિવાન એવા નાગર બ્રાહ્મણ અમરજી કુંવરજી નાણાવટી નો જન્મ ઇ.સ.૧૭૪૧ મા થયો હતો.૧૮…
આવી રીતે કૃષ્ણ અવતાર “દ્વારકાધીશ” કહેવાયા
શ્રી કૃષ્ણ દ્વારકાધીશ કઈ રીતે બન્યા તે હકીકત જાણવા જેવી છે. કંસના સસરા જરાસંઘે મથુરા પર ૧૭ હુમલા…
નીડર ચારણનો દોહો
ભાવનગરના રાજવી વજેસિંહજી ગોહીલ એકવખત શિકારે નીકળેલા. ધોમધખતા તાપમાં એક હરણ પાછળ ઘોડો દોડાવ્યો,પણ જંગલની કાટમાં થોડુ છેટુ…
દીકરાનો મારનાર
દિલાવરી ની વાર્તા દેવળિયા ગામના ઝાંપામાં ફાગણ વદ એકમના પ્રભાતે ધુળેટી રમાઈ રહી છે. વચ્ચે દરબાર મંદોદરખાનનો આઠ…
સુદામાપુરી – પોરબંદર
પોરબંદરનું પૌરાણિક નામ ‘સુદામાપુરી’ છે. જે નામ ૧૮૬૦ સુધી અહીંના રેલવે સ્ટેશનના બોર્ડ ઉપર લખાતું હતું. આજે પણ…
રખાવટ
રખાવટ -લોકસાગરના મોતી વિજોગણ નારીની ઘેઘુર આંખ જેવો રાતોચોળ સૂરજ આથમવાની તૈયારીમાં હતો. અંધારું થવામાં હતું. આવા સાંજના…
પ્રતાપ વિલાસ પેલેસ જામનગર
૧૫મી સદીમાં રચાયેલું નવાનગર નામનું રજવાડું આજે જામનગરના નામથી ગુજરાતના નક્શામાં ઐતિહાસિક સ્થાન ધરાવે છે. ગુજરાતનો અતિ સમૃદ્ધ…
અખંડ ભારતના શિલ્પી
અખંડ ભારતના શિલ્પીની સાદાઈ સરદાર બીમાર હતા. તેથી તેઓની ખબર પૂછવા ત્યાગી આવ્યા. મણિબહેન સરદારને દવા પીવડાવી રહ્યાં…
દીપડીયો ડુંગર – સિહોર
સિહોરના ઇતિહાસની ઝાંખી કરાવી રહેલો દીપડીયો ડુંગર ઐતિહાસિક વારસા માટે વિખ્યાત સિહોર છે. શહેર જિલ્લાના અન્ય નગરો કરતાં…
નવલખા સૂર્યમંદિર
જેઠવા-જાડેજાની લડાઈમાં વિનાશ અને નિર્માણના ઈતિહાસની મૂંગી વ્યથા સાચવી બેઠેલું સુંદર નવલખા સૂર્યમંદિર ભારતના નકશા મુજબ પશ્ચિમમાં…
નવા નગર (જામનગર)
નવાનગરની સ્થાપના જામ રાવળએ સંવત ૧૫૯૬ માં શ્રાવણ સુદ સાતમને બુધવારના દિવસે કરી હોવાની નોંધ યદુવંશ પ્રકાશ નામના…
