જાફરાબાદી ભેંસ ખાસ કરીનેં સૌરાષ્ટ્ર પ્રદેશમાં જોવા મળી આવે છે. તેનો આકાર સામાન્ય ભેંસ કરતા મોટો હોય છે. શારીરીક બાંધો મજબુત અને ભરાવદાર શરીર તેનીં ખાસીયત છે તેનીં ગરદન લાંબી અને મજબુત હોય છે .
તેનો રંગ કાળો તથા ઘેરા રાતાશ પડતો હોય છે. તેનું માથુ પોહળુ હોય છે અને વાળ વધારે હોય છે તેનાં શીંગડા આક્રિકન ભેંસ જેવા હોય છે દેખાવમાં થોડી જંગલી ભેંસ જેવી છે તેનાં શીંગળા તેનીં ખાસીયત છે જે ખોપરી માંથી મોટા ઉભાર સાથે નીકળે છે.
અન્ય ભેંસોની સરખામણીં એ તેનાં શીંગડા નીચેની તરફ નમેલા અનેં લાંબા, જાળા તથા તિક્ષ્ણ હોય છે. તેની પુંછડી મધ્યમ આકારની હોય છે.
જાફરાબાદી ભેંસ આખા વર્ષ દર્મ્યાન ૧૮૫૦ કિગ્રા દુધ આપી શકે છે. જેનો ગાળો ૩૦૦ દિવસ સુધીનો હોય છે. આ ભેંસ જન્મનાં લગભગ ૫૦.૭ મહિનાં બાદ બચ્ચા આપી શકે છે અને ૪૪૦ દિવસ પછી બીજા બચ્ચાને જન્મ આપી શકે છે.