ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં લોકગીત

જય જય ગરવી ગુજરાત

Gujarati Lokgeet

જય જય ગરવી ગુજરાત! જય જય ગરવી ગુજરાત,

દીપે અરૂણુ પ્રભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી,પ્રેમ શોર્ય અંકિત;
તુ ભણવ ભણવ નિજ સંતજિ સૌને,પ્રેમ ભક્તિની રીત-ઉંચી તુજ સુંદર જાત.
જય જય ગરવી ગુજરાત.

ઉરત્તમા અમ્બા માત, પૂરવમા કાળી માત,
છે દક્ષિણ દિશ્મા કરંત રક્ષા,કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્વારકેશ એ,પશ્વિમ કેરા દેવ- છે સહાયમા સાક્ષાત,
જય જય ગરવી ગુજરાત.


નદી તાપી નર્મદા જોય, મહીને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુધ્ધ રમણને,રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો,દે આશિષ જયકર- સમ્પે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ, તે સિધ્ધરાજ જયસિંગ,
તે રંગ થકી પણ અધિક સરસ રંગ,થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ય શોભશે,વીતી ગૈ છે રાત. જન ધૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.!!!

– નર્મદાશંકર દવે ‘નર્મદ’

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators