કાઠયાવાડી ભોજન જેવુ અન્ય એકેય ભોજન નથી.
કદાચ તમે આ વાત ધ્યાન માં લીધી હોય કે ના હોય પણ ૧૦૦% સાચી વાત
છે કે તમે ગુજરાત માં સૌરાષ્ટ્ર ને બાદ કરતા કોઈ પણ અન્ય પ્રાંત માં હાઇવે કે શહેર માં જ્યાં પણ ગુજરાતી જમવાનું મળતું હશે તે હોટેલ ના નામ કે મેનુ માં ગુજરાતી જમવાનું એવું લખવા ને બદલે “કાઠીયાવાડી” જમવાનું શબ્દ વાપર્યો હશે….
રીંગણા નો ઓળો. અવેજીયા. ગરમા ગરમ બાજરા નો રોટલો અને એની માથે દેશી ધી. મીષ્ટાન્ન મા ધી- લાપસી.હાયરે ખીચડી અને કઢી.મસ્ત ઢેફા જેવુ દહીં.પપૈયા નો સંભારો, ઢીક્કો મારી ને તોડેલી ડુંગળી. ભરેલા મરચા.લસણ ની ચટણી. આથેલાં આદુ હળદર અને ગળમર.કાચરી અને પાપડ. અને ટાઢી છાઈશ તો ભુલાય જ નહી ને.
“ઓ…..હહહહ….”
અરે આ ઓડકાર છે.
પીઝા, બર્ગર, સેન્ડવીચ ખાધા પછી મને આવો ઓડકાર આવ્યો હોય એવુ મને યાદ નથી.
આ વાત હારે તમે સહમત છો.?
તો હાલો…! પેટ નો ખાડો પૂરવા.