ખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે,
અમે તેડી જાશું અમારે ઘેર.
ખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે.
ભાભીના દાદા ઉભા ઉભા જોઈ રહ્યા રે,
ભાભીના માતા કરે છે વિષાદ,
ખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે.
ભાભીના કાકા ઉભા ઉભા જોઈ રહ્યા રે,
ભાભીના કાકી કરે છે વિષાદ,
ખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે.
ભાભીના મામા ઉભા ઉભા જોઈ રહ્યા રે,
ભાભીના મામી કરે છે વિષાદ,
ખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે.
ભાભીના વીરા ઉભા ઉભા જોઈ રહ્યા રે,
ભાભીના ભાભી કરે છે વિષાદ,
ખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે.
ખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે
