(રાગ – રામા કહું કે રામદેવ)
કૃષ્ણ કહું કે વિષ્ણુ કે તને દેવકીજી નો કુંવર…
ઘાહ સુને ત્યાં દોડતો આવે દ્વારિકા વાળો ધિશ (૧)
અંતર થી જે સાદ કરે છે આવે એને પુકાર…
ડૂબતા ના એતો બાવડા જલે ઘરે ઉતરી જાય (૨)
ગંજા પુર અને દ્વારિકા વચે દૂર રિયો ગાળો…
ધર્મ ના રખોપા કરવા આવ્યો ધાજાડો (૩)
વાંજ્યા ના એતો મેણા ભાંગવા આવ્યો મારો લાલ…
અજમલ નો ઇ કુંવર રામા આવ્યો
આવી ઉતર્યો પાર (૪)
સુની ગાયુ ને સુના વાછરું સુના ગોવાળ ના નેહ..
ગાયુ કેળા ગોવાળ થઇ ને આવજો
વેલા નેહ (૫)
હે સુની આફત કે સુની દુખડા આવજે વેલા તું…
ઘાહ સુન ત્યાં ધોડતો થાજે કૃષ્ણ પેલા તું (૬)
કે પાઈ લાગુ કે સિશ નમાવું આપુ માથું દાન….
છોરું ને જોઇને રાજી થતા ઇ આપે એને વરદાન (૭)
કે કાળી અંધારી ને મેઘલી રાતે હયું ના દે જ્યારે સાથ…
સાદ કરજે અને આવશે વેલો ઘોડલા લઇ ને સાથ (૮)
કૃષ્ણ કહું કે વિષ્ણુ કે તને દેવકીજી નો કુંવર…
ઘાહ સુને ત્યાં દોડતો આવે દ્વારિકા વાળો ધિશ (૯)
લી – દિવ્યરાજસિંહ સરવૈયા (સંગાણા)
કવિ ની અન્ય રચનાઓ