ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ માળનાથ ધામ ખાતે છેલ્લાં ૧૮ થી વધુ વર્ષોથી અસંખ્ય પક્ષીઓને જીવદયા પ્રેમી દાતાઓનાં સહયોગ દ્વારા ચણ નાખવામાં આવેછે. ખાસ કરીને ઉનાળાની કાળઝાળ ગરમીની ઋતુમાં રોજિંદી ૧૦૦ કિલો પક્ષીઓને ચણ નાંખવામાં આવે છે. અહીં ૪૦ જેટલા પક્ષી ઘર બનાવાયા છે. તેમાં ચકલીઓ વસવાટ કરે છે.
તદ્દઉપરાંત શહેરમાં અલગ-અલગ સ્થળોએ પક્ષીપ્રેમીઓને પાળે છે. જેના જતન માટે માટે માળનાથ ગ્રુપ દ્વારા ચકલાઘરની સુવિધા કરવામાં આવી છે.
માળનાથ ગ્રુપના અગ્રણી હરીભાઈ શાહ, ચંદુભા ગોહિલ, જયેશભાઈ પંડયા, ધર્મેશભાઈ શાહ તથા મહંત પ્રભાતગીરી બાપુ સહિત સર્વે અપીલ કરતાં પક્ષી પ્રેમી તથા જીવદયા પ્રેમીઓને જણાવે છે કે ચણ માટે આવતાં હોઈ જેની જરૂરીયાત માટે શ્રેષ્ઠી દાતાઓ, સુજ્ઞ નગરજનો આગળ આવી વધુ માત્રામાં ચણ દાન કરી પક્ષી બચાવો અભિયાનમાં જરૂરી સહયોગ આપી પુણ્યનું ભાથુ બાંધવું જોઈએ.
સૌજન્ય: દિવ્યભાસ્કર