September 12, 2026

માણેસ, તું મરોય

February 5, 2014  ·  2 મિનિટ વાંચન

માણેસ, તું મરોય, મ કર આંખ્યો રાતિયા, કુળમાં લાગે ખોય, મરતાં મા ન સંભારિયે.

તરવરિયા તોખાર,હઇયું ન ફાટ્યું હંસલા;મરતાં રા’ખેંગાર ગામતરાં ગુજરાતનાં.
રે, સાબર શિંગાલ, એક દિન શિંગાળાં હતાં; મરતાં રા’ખેંગાર ભવનાં ભીલાં થઇ રહ્યાં.

કાંઉ કેંગરછ મોર, ગોખે ગરવાને ચઢી ? કાપી કાળજ કોર, પિંજર દાઝ્યો પાણિયે.
સ્વામી ! ઊઠો સૈન્ય લઇ, ખડ્ગ ધરો ખેંગાર; છત્રપતિએ છાઇઓ ગઢ જૂંનો ગિરનાર.

વાયે ફરકે મૂછડી, રમણ ઝબૂકે દંત; જુઓ પટોળાંવાળીઓ, લોબડીવાળીનો કંથ.
ઊતર્યાં ગઢ ગિરનાર, તનડું આવ્યું તલાટિયે; વળતાં બીજી વાર.દામોદર કુંડ નથી દેખવો.

ચંપા તું કાં મોરિયો? થડ મેલું અંગાર; મોહોરે કળિયું માણતો, માર્યો રા’ખેંગાર.
ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે, મરતાં રા’ખેંગાર રંડાલો રાણકદેવડી.
ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો? મરતાં રા’ખેંગાર, ખરેડી ખાંગો નવ થિયો.

મ પડ મારા આધાર, ચોસલાં કોણ ચડાવશે? ગયા ચઢાવણહાર, જીવતા જાતર આવશે.
પાણીને પડતે કહો તો કૂવા તો ભરાવિયે, માણેરાં મરતે શરીરમાં સરણાં વહે.

સંબંધિત લેખ

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં…

સખી કેરું નામ

કચ્છ વાગડ ને કાઠિયાવાડી નાર, કંઠે શોભાવતી છૂંદણાં કેરો હાર.. છૂંદણાંમાં ત્રોફાવતી સખી કેરું નામ, ક્યારેક પ્રિયતમનું લખાવતી…