જાણવા જેવું દુહા-છંદ

છંદ એટલે શું?

Kathiyawadi Duha Chand

કાવ્યમાં મધુરતા લાવવા માટે નિયમો અનુસાર કરેલી મેળવાળી રચના એટલે છંદ

બે પ્રકારના છંદ હોય છે.
૧ અક્ષરમેળ છંદ (મનહર, શિખરિણી, પૃથ્વી, મંદાક્રાન્તા, અનુષ્ટુપ, શાર્દૂલવિક્રીડિત, સ્ત્રગ્ધરા, માલિની, વસંત તલિકા)
૨ માત્રામેળ છંદ (હરિગીત, ચોપાઈ, દોહરો, સવૈયા, ઝૂલણા)

  • લઘુ અક્ષર એટલે જે વર્ણમાં હ્સ્વ સ્વર હોય તેને લઘુ અક્ષર કહે છે. (લઘુની નિશાની U )
  • ગુરૂ અક્ષર એટલે જે વર્ણમાં રહેલા સ્વર દીર્ઘ હોઈ તેને ગુરૂ અક્ષર કહે છે.( ગુરૂની નિશાની –)
  • ગણ એટલે ત્રણ અક્ષરના સમુહને ગણ કહે છે.
  • ગણસૂત્ર એટલે છંદના બંધારણ મેળવવા માટે લઘુ- ગુરૂની નિશાનીવાળા સૂત્રને ગણસૂત્ર કહે છે.
  • ગણ રચના : લઘુ- ગુરૂ અક્ષરોના બનેલા જૂથને ગણ કહે છે. આવા આઠ ગણ છે.
  • ગણસૂત્ર :- યમાતારાજભાનસલગા
ગણ લઘુ-ગુરૂ બંધારણ ચિન્હ અક્ષર લઘુ ગુરૂ
યમાતા U- – લઘુ- ગુરૂ –ગુરૂ
મા માતારા – – – ગુરૂ – ગુરૂ –ગુરૂ
તા તારાજ – – U ગુરૂ – ગુરૂ – લઘુ
રા રાજભા – U – ગુરૂ – લઘુ – ગુરૂ
જભાન U – U લઘુ- ગુરૂ – લઘુ
ભા ભાનસ – U U ગુરૂ – ગુરૂ – લઘુ
નસલ U U U લઘુ – લઘુ –લઘુ
સલગા U U – લઘુ – લઘુ –ગુરૂ
લઘુ U લઘુ
ગા ગુરૂ ગુરૂ

૧ અક્ષરમેળ છંદ:

  • મનહર છંદ
    કુલ બે પંક્તિમાં હોય છે. કુલ ૩૧ અક્ષરો હોય છે.
    પ્રથમ પંક્તિમાં ૧૬ અક્ષર અને બીજી પંક્તિમાં ૧૭ અક્ષર હોય છે.
    યતિ ૮મા અને ૧૬માંઅક્ષરે હોય અને છેલલ્લો અક્ષરગુરૂ આવે છે. ( ગણસૂત્ર બંધારણ નથી.

    ઉદાહરણો
    પોલું છે તે વાગ્યું એમાં કરી તે શી કારીગરી,
    સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે.સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરાય
    અન્યનું તો એક વાંકુ, આપના અઢાર છે.


    ચૌટામાં લુંટાણી મહારાણી ગુજરાતી વાણી,
    જાણી તેનું દુઃખ ઘણો દીલગીર દિલ છું..

    નાગરવેલની જેવી નાજુકડી નાર વાંકી,
    વાંકો એનો અંબોડો ને વાંકા એના વેણ છે.

    એક ભોળો ભાભો મોટા ખતેરમાં માળે ચડી,
    હરણાં હાંકે અને પક્ષીઓને ઉડાડે છે.

  • શિખરિણી છંદ
    કુલ અક્ષર ૧૭ હોય છે , યતિ ૬ કે ૧૨ મા અક્ષરે આવે છે.
    ૯ લઘુ અક્ષર અને ૮ ગુરૂ અક્ષર
    પ્રથમ અક્ષર લઘુ,ત્યારપછી પાંચ ગુરૂ આવે.
    બંધારણ :- યમનસભલગા (U- –/– – –/ U U U/ U U-/-U U/ U/ –)

    ઉદાહરણો
    કદી મારી પાસે વનવન તણા હોત કુસુમો.
    ઊંડા અંધારેથી પ્રભુ! પરમ તેજે તું લઇ જા.
    અસત્યોમાહેથી પ્રભુ! પરમ સત્યે તું લઇ જા.
    હજી તારો હાલો મુજ કરણમહી રણઝણે.
    નદી દોડે, સોળે ભડભડ બળે ડુંગર વનો.
    મને એ ચક્ષુમાં પ્રભુ ! જગતતીર્થોત્તમ મળ્યું.
    વળાવી બા આવી, નિજ સકલ સંતાન ક્રમશઃ
    ઠરી મારી આંખો, કબીરવડ તું ને નીરખીને.
    બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું.
    મને બોલાવે આ ગિરિવર તણા મૌન શિખરો.
    ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની.

  • પૃથ્વી છંદ
    કુલ અક્ષર ૧૭ હોય છે , યતિ ૮ મા કે ૯ માઅક્ષરે આવે છે.
    ૧૦ લઘુ અક્ષર અને ૭ ગુરૂ અક્ષર
    પ્રથમ અક્ષર ત્રણ લઘુ- ગુરૂ – લઘુ
    બંધારણ:- જસજસયલગા (U-U, U U-, U-U, U U-, U- –, U, –)

    ઉદાહરણો
    મને શિશુતણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહ ભરી.
    ભમો ભરતખંડમાં સકલ ભોમ ખુંદી વળો.
    ધમાલ ન કરો જરાય,નહિનેણ ભીના થશો.
    પ્રિયે તુજ લટે ધરું ધવલ સ્વચ્છ આ મોગરો.
    મળે અધિક જે તને મુજ થકી ઉપે થાપજે.
    પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુ એ બરુ.

  • મંદાક્રાન્તા છંદ
    કુલ અક્ષર ૧૭ હોય છે , યતિ ૪ અને ૧૦મા અક્ષરે આવે છે.
    ૭ લઘુ અક્ષર અને ૧૦ ગુરૂ અક્ષર હોય છે.
    બંધારણ :- મભનતતગાગા (– – –,– U U, U U U, – -U, – -U, –,–)
    પ્રથમ ત્રણ અક્ષર ગુરૂ – ગુરૂ –ગુરૂ અને અંતિમ બે અક્ષર ગુરૂ હોય છે.

    ઉદાહરણો
    રે પંખીડા ! સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો.
    રે રે શ્રધ્ધા ગત ગઈ પછી કોઈ કાળે ન આવે.
    ધીમે ઊઠી શિથિલકરને નેત્રની પાસ રાખી.
    ઊભા છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ.
    બોખી શીશી ટિનનું ડબલું બાલદી કૂખકાણી.
    દીઠાં હેતે,સ્મૃતિપડ બધાં ઊકલ્યા આપ રૂડાં.
    પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
    છે કો મારું અખિલ જગમાં ? બુમ મેં એક પાડી.

  • અનુષ્ટુપ છંદ
    પ્રથમ પંક્તિમાં ૧૬ અક્ષર અને બીજી પંક્તિમાં ૧૬ અક્ષર એમ બે ચરણમાં હોય છે. કુલ અક્ષર ૩૨ હોય છે
    આ છંદમાં કુલ ચાર ચરણ આવે છે. દરેક ચરણમાં આઠ અક્ષર હોય છે.
    આ છંદમાં ગણસૂત્ર નથી.
    પહેલા અને ત્રીજા ચરણમાં પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો અક્ષર ગુરૂ અને સાતમો અક્ષર ગુરૂ હોય છે. ( U- – લઘુ- ગુરૂ –ગુરૂ)
    બીજા અને ચોથા ચરણમાં પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો અક્ષર ગુરૂ અને સાતમો અક્ષર લઘુ હોય છે. ( U- U લઘુ- ગુરૂ – લઘુ)

    ઉદાહરણો
    સૌદર્ય વેડફી દેતાં, ના ના સુંદરતા મળે,
    સૌદર્ય પામતા પહેલાં, સૌદર્ય બનવું પડે.

    સત્યનું કાવ્ય છો આપું ! કાવ્યનું સત્ય છો તમે,|
    ઝંખતી કાવ્યને સત્યે, સૃષ્ટિઆ આપને નમે.

    પતિએ પીઠ દીધીને, દધિતાદેખતી રહી,
    અંતે હાય ! કહી બાળા, મૂર્છીતા ભૂતલે પડી.

    રહેવા દે ! રહેવા દે ! આ સંહાર યુવાનતું,
    ઘટે ના ક્રુરતા આવી, વિશ્વ સૌદર્ય કુમળું.

  • શાર્દૂલવિક્રીડિત છંદ
    કુલ અક્ષર ૧૯ હોય છે , યતિ ૭ અને ૧૨મા અક્ષરે આવે છે.
    ૮ લઘુ અક્ષર અને ૧૧ ગુરૂ અક્ષર હોય છે.
    પ્રથમ ત્રણ અક્ષર લઘુ – લઘુ –લઘુ (– – –) અને છેલ્લો અક્ષર પણ લઘુ હોય છે.
    બંધારણ :- મસજસતતગા (– – –,U U-, U-U ,U U-,–U, –U, –)
    જોડાક્ષર પૂર્વેનો લઘુ અક્ષર ગુરૂ ગણાય.

    ઉદાહરણો
    ના તારો અપરાધ, આમ ત્યજવા જેવો લગારે થયો.
    અંધારું થયું પાતળું નભ વિષે તારાઘ્રુતિ નીતરી.
    ભૂલોની જ પરંપરા જગતઆ,એવું દીસે છે પિતા!
    આ સંસાર અસાર છે અહહહા ! એ શીખ આજે મળી.
    આંસુના પડદા વતી નયન તો મારાંથયા આંધળા.
    ને હું મહેલ વિષે વસું સુખ થકી,એ યોગ્ય ભાસે નહી.

  • સ્ત્રગ્ધરા છંદ
    કુલ અક્ષર ૨૧ હોય છે , યતિ ૭ – ૭ – ૭ મા અક્ષરે આવે છે.
    ૯ લઘુ અક્ષર અને ૧૨ ગુરૂ અક્ષર હોય છે.
    પ્રથમ ત્રણ અક્ષર લઘુ – લઘુ –લઘુ (– – –) અને છેલ્લો ત્રણ અક્ષરો ગુરૂ- લઘુ –લઘુ (U- –)
    બંધારણ :- મરભનયયય (– – –,-U-, -U U , U U U, U – –, U – –, U – –)

    ઉદાહરણો
    ઝંઝાવાતે ઘુમાવી એટલ વિતલ સૌ એક આકાશ કીધું.
    દેવોને માનવોના મધુમિલન તણાસ્થાન સંકેતજેવા.
    ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઇ ડોલતો વાયુ વાયે.
    ખંખેરી મોહનીને તનમન થઇ તૈયાર હાવાં ગયાં જે.

  • માલિની છંદ
    કુલ અક્ષર ૧૫ હોયછે, યતિ ૮મા અક્ષરે આવે છે.
    બંધારણ :- નનમયય (U U U, U U U, —, U–, U–)
    પ્રથમ અને બીજા ત્રણ ગુરૂ –ગુરૂ-ગુરૂ (U U U) અને ત્રણ અક્ષરો ગુરૂ- લઘુ –લઘુ (U–)

    ઉદાહરણો
    સરળ હદય ઈચ્છે પાપીને પ્રેમ પાવા.

  • વસંત તલિકા છંદ
    કુલ અક્ષર ૧૪ હોય છે, યતિ ૮મા અક્ષરે આવે છે.
    બંધારણ :- તભજજગાગા (– – U, -U U, U-U , U-U, –, –)
    છેલ્લા બે લઘુ આવે

    ઉદાહરણો
    હા હા ગંગા વહુ બિચારી ખરું કહે છે.


૨ માત્રામેળ છંદ

  • હરિગીત છંદ
    દરેક ચરણમાં માત્રા- ૨૮ , યતિ – ૧૪ અને ૧૬મી માત્રાએ છેલ્લો અક્ષર ગુરૂ હોય.

    ઉદાહરણો
    ચળકાટ તારો એજ પણ તુંજ ખૂનની તલવાર છે.
    જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી
    તુંજ સ્પર્શથી મુજ ચક્ષુને કંઈ સ્વપ્ન સમું જે લાધિયું.
    તું નાનકડી બાળા હશે, કોડે ભરી કૌમાર્યના.
    જ્યાં જ્યાં નજર મારી ઠરે ,યાદી ભરી ત્યાં આપની.
    સુખ સમયમાં છકી નવ જવું, દુઃખમાં ના હિંમત હારવી.
    ખાતો દયા ના દેહની કરજે કથન તુંજ કાળજું.
    ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહિ.

  • ચોપાઈ છંદ
    કુલ ચાર ચરણ, દરેક ચરણમાં ૧૫-૧૫ માત્રાએ યતિ આવે છે.
    છેલ્લા બે અક્ષર લઘુ ગુરૂ હોય.

    ઉદાહરણો
    જોજો રે મોટાના બોલ, ઉજ્જડ ખેડે બાજ્યું ઢોલ.
    આકાશે તારાની ભાત, સર્જી તો ક્યાં સર્જી વાત.
    કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા જાય.
    લાંબા જોડે ટૂંકો જાય, મારે નહી તો માંદો થાય.
    ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર.
    કલ્પવૃક્ષ જો કેરી ખાય,તેનો ચોર પેદા ન થાય.
    મા મારે પય પીતાં બાળ, સત્યવાદી જો બોલે આળ.
    જંગલ માથે ઉગ્યો ચાંદ, નભ તરુનું રૂપાળું પાંદ.
    વાળ થઈને ચીભડાંગળે, સોંઘી વસ્તુ ક્યાંથી મળે ?

  • દોહરો છંદ
    કુલ ચાર ચરણ, પહેલા અને ત્રીજા ચરણમાં ૧૩ માત્રા અને બીજા અને ચોથા ચરણમાં ૧૧ માત્રા હોય છે.

    ઉદાહરણો
    દીપકના બે દીકરા , કાજલને અજવાશ,
    એક કપૂત કાળું કરે, બીજો દિયે પ્રકાશ.

    કરતાં જાળ કરોળિયો, ભોય પડી ગભરાય,
    વણ તૂટેલ તાંતણે, ઉપર ચઢવા જાય.

    ઓ ઈશ્વર ભજીયે તને, મોટું છે તુંજ નામ,
    ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ.

    જેનું કારજ જે કરે, બીજો કરે બગાડ,
    તાળું ઉઘાડી નવ શકે, કક્કા કરે કૂહાડ.

    શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક,
    જેમાં સુખ દુઃખ વામિએ, સો લાખમાં એક.

    કાજળ તજે ન શ્યામતા,હીરો તજે ન શ્વેત,
    દુર્જન તજે ન વક્રતા, સજ્જન તજે ન હેત.

    ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય,
    ચાર-ચાર ગાઉ ચાલતાં,લાંબો પંથ કપાય.

    બળની વાતો બહુ કરે,કરે બુદ્ધિના ખેલ,
    આપદ કાળે જાણીએ , તલમાં કેટલું તેલ.

    ચિંતાથી ચતુરાઈ ધટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન,
    ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન.

  • સવૈયા છંદ
    એકવીસ કે બત્રીસ માત્રા આવે,યતિ ૧૬ મી કે ૧૭મી માત્રાએ
    કુલ ચાર ચરણમાં ૨૮ માત્રા
    છેલ્લા અક્ષરો અનુક્રમે ગુરૂ લઘુ કે બે ગુરૂ

    ઉદાહરણો
    અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ ?
    અલક મલક આ તરતો તડકો ચોતરફથી આયો જી.
    કાર્ય સાધવું નહિ તો મરવું, શૂરવીરની એ છે રીત.
    કાળ તણી ધરતીમાં ખોદી રહ્યું જીવનના કૂપ ?
    રણબંકા નહી કદીયે નાસે નહી દેખાડે રિપુને પીઠ.
    અવિનાશીને અન્નકોટના આવે નિત અમૃત ઓડકાર
    ઝેર ગયા ને વેર ગયાં વળી કાળાં કેર ગયાં કરનાર.

  • ઝૂલણાછંદ
    કુલ ચાર ચરણ , ૧૦,૨૦ અને ૩૦ માત્રાએ યતિ આવે.
    ૩૭ માત્રા આવે.

    ઉદાહરણો
    તુંજ વિના ધેનમાં કોણ જાશે ?
    જાગને જાદવા કૃષ્ણ ગોવાળીયા

 

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators