મેર એ ભારતનાં ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર વિસ્તારનાં કાઠિયાવાડમાં મહેર, મિહિર, મૈર, કે મેહર તરીકે પણ ઓળખાતા, ક્ષત્રિય કે રાજપૂત વર્ણનાં અને હિંદુ ધર્મના લોકોનો સમુહ છે. તેઓ ઇન્ડો-આર્યન સમુહનાં હોવાનું મનાય છે, અને તેમનો પોતાના માન સન્માન કાજે કેટલાયે યુદ્ધો, શૌર્ય અને બલિદાનનો સમૃધ્ધ અને વૈવિધ્યપૂર્ણ ઈતિહાસ છે. તેમના દ્વારા કરાયેલા કેટલાક બલિદાનો શપથ (વચન)ની પૂર્તિ, ફરજ અને સામાન્ય પ્રજાજનો તથા પોરબંદરનાં જેઠવા રાણાઓ પ્રત્યેની જવાબદારીઓને કારણે કરાયેલા. મેર લોકોની વસ્તી, ૧૯૫૧ની વસ્તી ગણતરી પ્રમાણે, લગભગ ૫૦,૦૦૦ જેટલી હતી, જે ૧૫૫ ગામો અને ૨૩ નેસોમાં વહેંચાયેલ હતી. મેર લોકોનો પારંપારીક વ્યવસાય યોદ્ધા અને ખેતિકામ કરનાર તરીકેનો ગણાય છે. પોરબંદરનાં જેઠવા રાણાઓ દ્વારા મેર લોકોને કેટલાક ગામો અને જમીનો આપવામાં આવેલ (જેને ગરાસદારીનાં ગામો કહેવામાં આવે છે), આક્રમણખોરો સામે રાજ્યના રક્ષણ માટે, રાજ્યની સેનાનો ભાગ બનવા બદલ આ ગરાસદારી આપવામાં આવેલ.
મેર જ્ઞાતિ
August 5, 2014
2,989 Views
1 Min Read
આ પણ વાંચો
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર. Share...
શ્રી કૃષ્ણ દ્વારકાધીશ કઈ રીતે બન્યા તે હકીકત જાણવા જેવી છે. કંસના સસરા જરાસંઘે મથુરા પર ૧૭ હુમલા કર્યા. શ્રી કૃષ્ણની આગેવાની હેઠળ મથુરાવાસીઓએ આ દરેક...
ગુજરાતના-જોવાલાયક સ્થળો વાંકાનેર શબ્દ નગરના ભૌગોલીક સ્થાન પરથી આવ્યો છે. ગુજરાતીમાં વાંકાનેરનો અર્થ થાય છે વણાક અને નેર એટલે કે પાણીનો પ્રવાહ. વાંકાનેર શહેર...
Subscribe Here
Advertisement
કાઠિયાવાડ ગેલેરી
- ઈતિહાસ256
- ઉદારતાની વાતો32
- કલાકારો અને હસ્તીઓ42
- કહેવતો8
- ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં63
- જાણવા જેવું53
- તેહવારો31
- દુહા-છંદ96
- પાળીયા16
- ફરવા લાયક સ્થળો95
- બહારવટીયાઓ16
- ભજન-પ્રભાતિયા-પ્રાર્થના135
- મંદિરો – યાત્રા ધામ110
- લગ્નગીત45
- લોકગીત46
- શહેરો અને ગામડાઓ73
- શુરવીરો37
- શૌર્ય કથાઓ38
- શૌર્ય ગીત36
- સંતો અને સતીઓ50
- સેવાકીય કર્યો19
માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો