દ્રાદશ જ્યોતિર્લિંગમાંનું એક એવું નાગેશ્વર મંદિર દ્રારિકા નજીક આવેલું છે, જે નાગનાથ નામ થી પણ ઓળખાય છે, નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે. રુદ્ર સંહિતામાં શિવને ‘દારુકાવન નાગેશમ્’ તરીકે ઓળખાવ્યા છે. નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે.
કથા:
શિવ પુરાણ એ ભગવાન શંકરના ભક્તોનો પવિત્ર ગ્રંથ છે. શિવ પુરાણ અનુસાર નાગેશ્વર એ દારુકવન (એક પૌરાણીક જંગલનું નામ)માં આવેલું છે. અન્ય પ્રાચીન ગ્રંથો જેવાકે કામ્યકવન,દ્વૈતવન અને દંડકવન આદિમાં દારુકવનનો ઉલ્લેખ આવે છે.
શિવપુરાણ અનુસાર સુપ્રિયા નામની શિવ ભક્ત અને અન્યોને દારુક નામના રાક્ષસે દારુકવન શહેરમાં બંદી બનાવી રાખ્યા હતા. આ શહેર સર્પોનું શહેર હતું અને દારુક તેમનો રાજા હતો. સુપ્રિયાના કહેવાથી સૌએ શિવના જાપ શરૂ કર્યાં અને ભોળાનાથ પ્રકટ થયાં, તેમણે રાક્ષસનો નાશ કર્યો અને ત્યાં જ્યોતિર્લિંગ તરીકે રહેવા લાગ્યાં. મરતાં પહેલાં તે રાક્ષસની ઈચ્છા અનુસાર આ જગ્યાનું નામ તેના નામ અનુસાર નાગેશ્વર રખાયું.
સૌજન્ય: વિકિપીડિયા
Nageshvara Jyotirlinga is one of the 12 Jyotirlinga shrines mentioned in the Shiva Purana. Nageshvara is believed to be the first such shrine.