મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ સેવાકીય કર્યો

નકલંક ઘામ -તોરણીયા

Naklank Dham

સોરઠ ઘરામાં શોભતું તોરણીયા રૂડું ઘામ
જયાં સંત બેઠા સેવા કરે, બાપુ રાજેન્‍દ્રદાસ નામ

મહંતશ્રી પૂ. રાજેન્‍દ્રદાસ બાપા

તોરણીયા નકલંક ઘામની આ જગ્‍યામાં ભજનાનંદી સંત પૂ. મહંતશ્રી રાજેન્‍દ્રદાસ બાપા મહંતતરીકે છે. પૂ. બાપા ઉપર તેમના દાદાગુરૂ સેવાદાસ બાપાનાં સંપૂર્ણ આર્શીવાદ ઉતરેલ છે. અને રામદેવજી મારાજની અસીમકૃપા ઉતરેલ છે.

બહુજ ટુંકાગાળામાં પૂ. રાજેન્‍દ્રદાસબાપા એ પ.પૂ. સેવાદાસબાપા આશ્રમ બનાવવાનું નક્કી કર્યું બહુ ટુંકાગાળામાં ભગવાન શદાશીવ ઘારેશ્વર મહાદેવ નું નવનિર્મિત મંદિર બનાવ્‍યું શ્રી રામદેવજી મહારાજશ્રી ગુરૂદત ભગવાનનું મંદિર બનાવ્‍યું, તથા હનુમાનજી મહારાજનું તેમજ પૂ. સેવાદાસબાપાની ચરણપાદુકા પઘરાજી મંદિરમાં પઘરાવેલ દેવદેવીઓની ઘામઘુમથી પ્રાણ-પ્રતિષ્ઠા કરી મહામાયા સંતોષીમાં તથા શીતળામાંનુ્ મંદિર બનાવ્‍યુ આ તમામ દેવદેવીઓની પ્રાણપ્રતીષ્ઠામાં લાખો માણોનો માનવમહેરામણ દર્શન કરવા આવ્‍યો. અને પૂ. રાજેન્દ્રદાસબાપાનાં ભજનનો પરીચય કર્યો તોરણીયા ઘામનાં મહંતશ્રી પૂ. રાજેન્‍દ્રદાસબાપા દાદાગુરૂ સેવાદાસબાપા અને ગુરૂદેવ કરશનદાસ બાપાનાં કૃપા પાત્ર શિષ્ય છે. શિષ્ય અને ગુરૂની પરંપરા આ તોરણીયા ઘામની પવિત્ર જગ્‍યામાં જળવાઇ રહી છે.


તોરણીયા ઘામનાં વિકાસમાં પૂ. બાપાએ અથાગ પરિશ્રમ કરી પરસેવો પાળીને આ ઘામનો વિકાસ કર્યો છે. પૂ. બાપા ઉપર સંપૂર્ણ રામદેવજી મહારાજની કૃપા ઉતરી છે. પોતાનાં વહાલા ભકતોને કોઇ પણ જાતની મુશ્કેલી નો થાય એટલા માટે પૂ. રાજેન્‍દ્રદાસ બાપા એ હરીદ્વારમાં ગંગા મૈયાનાં કિનારે એક ઋષી પરંપરાને શોભે એવા આશ્રમની સ્‍થાપના કરી અને આવેલ યાત્રીકોને ઉતરવા માટે આલીસાન આવાસ બનાવ્‍યા અને આલીસાન આવાસ જેને આપણે બીલ્‍ડીંગ કહીએતો કહેવાય એવી બીલ્‍ડીંગનાં લોકાર્પણમાં ભારતના ખૂણે ખૂણેથી ભજનાનંદ‍િ સંતો પઘાર્યા હતા. વિશાળ સંખ્‍યામાં પૂ.બાપાનાં સેવકો પઘાર્યા અને આ ભગીરથ કાર્ય જોઇ આ આવનાર સંતોનાં મુખમાંથી શબ્‍દો નીકળી પડયાકે વાહ પ.પૂ. ઘર્મભૂષણ શ્રી સંત તમારો જયહો ત્‍યારથી પૂ. બાપુને ઘર્મભૂષણનુ બીરૂદ આ સંતો તરફથી આપવા આવ્‍યુ પૂ. રાજેન્‍દ્રદાસ બાપાના ભજનથી તોરણીયા ગામ માત્ર તોરણીયા ઘામ નહી પણ તોરણીયા તીર્થઘામ બની ગયુ છે જયા લાખો યાત્રાળુ ઓ દર્શન કરવા આવે છે. અને આવેલ યાત્રાળુઓને પૂ. બાપુ જાતે હાજર રહી અને પ્રેમથી ભોજન કરાવે છે. જયા ટૂકડો એ પૂ. બાપાના જીવનનો મંત્ર બની ગયો છે. અને સેવાકીય પ્રવૃતીઓ દ્રવારા અને ઘર્મોત્‍સ્‍વ ઉજવીને આ પવિત્ર ઘામને વિશ્વના નકશા ઉપર ગાજતુ કરી દીઘુ છે એ આ સંતના ભજનની તાકાતનો પરચો છે છેલે ભજન કરવુ ભોજન કરાવવુ અને ભોજન ખવડાવું આ ત્રણ બાબતો બાપાએ પોતાનાં જીવનમાં વણી લીઘી છે. આવા ઘર્મભૂષણ સંતશ્રી પૂ. રાજેન્‍દ્રદાસબાપાનાં ચરણોમાં કોટી કોટી વંદન.

રામાઘણીને રીઝવતા, જયાં બાપા રાજેન્‍દ્રદાસ
દુઃખીયાંના દુઃખ દૂર કરે પૂરે મનની આશ

આ પવિત્ર આશ્રમ માં પૂ. રાજેન્‍દ્ર બાપાના સાનીઘ્‍યમાં વર્ષની બારબીજ સુદ (બીજ) ઉજવવામાં આવે છે. ગુજરાતના ખૂણે થી ભજનીક કલાકારો તેમજ ભજના નંદી સંતો પૂ. બાપાના સાનીઘ્‍યમાં ઘર્મની ઘજા નીચે,નકલંક ઘણીના નેજાની શાન વઘારવા પૂ. રાજેન્‍દ્રદાસ બાપાના સાનિધ્ય માં મળે છે.

જગ્‍યાની માપલી પાકે સમાજમાં જેને આઘી,વ્‍યાઘી અને ઉપાઘીયે ભરડો લીઘો હોય એવાં દાન દુઃખીયાં નકલંક ઘામમાં આવે રોતાં રોતાં જગ્‍યામાં આવે અને પૂ. બાપા રામાઘણીની નામ લઇ ખુણામાંથી ચપટી ભભુત આપે અને ઇ આવનાર દુખીયાં શ્રઘ્‍ઘાથી માથા ઉપર ચડાવેને એનાં દુખ દૂર થઇ જાય છે એવી પૂ. બાપા ઉપર નકલંક નેજાઘારી ની અને ઘારેશ્વર દાદાની અસીમ કૃપા વરસે છે એવા ભજના નંદી સંતના ચરણોમાં કોટી વંદન એવા સંત વ‍િશે કોઇ કળીએ લખ્‍યું છે.

દુઃખીયા ઘ્‍વારે આવતાં, કરી અંતર ની આશ દુઃખીયાંને સુખીયાં કરતાં, બાપા રાજેન્‍દ્રદાસ.
સેવા એ જેના જીવનનાં મંત્ર બની મૂકયલછે એવા રાજેન્‍દ્રદાસ બાપાના સાનીઘ્‍યમાં આશ્રમમાં અનેક શેવાની અને સામાજીક પ્રવૃતી ઓ થાય છે જેમાં તેત્રીસક્રોડ દેવતાનો વાસ છે એ ગાય માતાઓની શેવા પૂજય બાપા જાતે કરેછે બાપાના આશ્રમાં જે ગાયોની શેવા થાય છે એ ભાગ્‍યેજ કયાં જોવા મળે ગાયોનું દુઘ આવેલ યાત્રાળુ ઓ માટે વાપરવા માં આવે છે આશ્રમ માં અશહાય અને દુઃખી ગાયોની શેવા પૂ. બાપાની દેખરેખ હેઠે જાતે કરવામાં આવે છે.

તોરણીયા ઘામમાં જગ્‍યાના મહંત પૂ. રાજેન્‍દ્રદાસ બાપાના સાનિધ્યમાં દીનદુઃખીયાની સેવા ચાકરી કરી રોગમાંથી મૂકત કરવામાં આવે છે ”જરૂરીયાતમંદ દર્દીઓ માટે મફત મેડીકલ કેમ્‍પનું આયોજન કરવા માં આવે છે. અલગ-અલગ રોગોના સ્‍પેશીયાલીસ્‍ટ ડોકટરોને બોલાવી પૂ. બાપાની હાજરી માં દર્દીઓની હાજરી માં દર્દીઓની શેવા કરવા માં આવે છે.
”જરૂરીયાતમંદ દર્દીને સમયસર પ્રાથમીક સારરવાર મળી રહે ત્‍યા તાત્‍કાલીક હોસ્‍પીટલમાં પહોંચી જાય એના માટે 24 કલાક એમ્‍બ્યુલન્‍સ ની સેવા તૈયાર રાખવામાં આવે છે.

પૂ. બાપાની નજીકના ભવિષ્ય જે યોજના છે એમાં સમાજના બાળકોને મૂલ્‍યવાન શિક્ષણ મળી રહે અને ભવિષ્યનો આર્દશ અને સંસ્‍કારી નાગરીક બની રહે ને માટે સ્‍કુલ તથા ઉંચ શિક્ષણ માટે કોલેજ તેમજ વિદ્યાર્થી ને રહેવા અને જમવાની સગવડ મળી રહે એવું શૈક્ષણીક સંકૂલ ઉભુ થાય અને ઋષી પરંપરાના સંસ્‍કારો મળે એવી પૂ. બાપાની નજીકના ભવિષ્ય ની યોજના છે આવા શેવાના ભેખઘારી પૂ. રાજેન્‍દ્રદાસબાપાના ચરણોમાં કોટી કોટી વંદન છેલ્‍લે

ઘન્‍ય ઘોરાજી પરગણુ, ઘન્‍ય તોરણીયા ખાસ,
જયાં ભજન કરે ભોજન કરાવે, બાપા રાજેન્‍દ્રદાસ

વધુ માહિતી માટે જુઓ વેબસાઈટ : www.toraniyadham.org

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators