૧૫મી સદીમાં રચાયેલું નવાનગર નામનું રજવાડું આજે જામનગરના નામથી ગુજરાતના નક્શામાં ઐતિહાસિક સ્થાન ધરાવે છે. ગુજરાતનો અતિ સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત મહેલ એટલે જામનગરનો પ્રતાપ વિલાસ પેલેસ. જામનગર પહેલા પણ અને હવે પણ રોયલ રજવાડું અને જિલ્લા તરીકે જાણીતું છે. જામનગરનો ખૂબસુરત પ્રતાપ વિલાસ પેલેસ સ્પેશિયલ ગ્લાસ ટેક્નિકથી સજાવાયો છે. તેના બાંધકામમાં યુરોપિયન ડિઝાઈનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પેલેસની ઉપર ત્રણ ડોમ બનાવાયા છે. અતિ સમૃદ્ધ રાજા હોવાને કારણે માન અને આદર સાથે પ્રજા જેને જામ સાહેબના નામથી ઓળખતી હતી તે પ્રજા હવે આધુનિક જમાનામાં આદરણીય પ્રતિષ્ઠિત તેમજ સમૃદ્ધ વ્યક્તિને આજે પણ જામ સાહેબ જેવા હુલામણાં નામથી કહેવતના ભાગરૃપે બોલાવે છે.
જામનગરમાં પ્રતાપ વિલાસ પેલેસ ઉપરાંત દરબારગઢ પેલેસ પણ બાંધવામાં આવ્યો છે. દરબારગઢ પેલેસ યુરોપિયન અને રાજપૂત સૈનિકોથી બાંધવામાં આવ્યો છે. જ્યારે પ્રતાપ વિલાસ પેલેસ વિક્ટોરિયા મેમોરિયલ બિલ્ડિંગની પ્રેરણાથી બંધાયેલો છે. પરંતુ તેના ડોમ ભારતીય શૈલીથી બાંધવામાં આવ્યા છે.
જામ રણજિતસિંહના નામથી રણજી ટ્રોફી ક્રિકેટ જગતના ઈતિહાસમાં અમર બની. ૨૦ સેન્ચૂરીની યાદ અપાવતું આ બેટ નવા નગર જામનગર ખાતેથી ચોરાયું હતું અને આ બેટ પરથી મહારાજા રણજીતસિંહને નામે રણજી ટ્રોફીની શરૃઆત કરવામાં આવી હતી. આ સિવાય રેમબ્રેન્ટ બેટ જે માસ્ટર પિસ તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ રણજી ટ્રોફીમાં રમતો ખેલાડી પ્રમોશન મેળવી વન-ડે તેમજ ટેસ્ટ મેચમાં સ્થાન પામી શકે છે. આ ચોરીમાં પોલીસના જણાવ્યા અનુસાર ત્રણથી ચાર લોકો દ્વારા કરવામાં આવી છે.
જામજીના બેટની ચોરી જામ બંગલો પેલેસમાંથી થઈ હતી. જેની કિંમત અંદાજે ચાર કરોડની હતી. આ ચોરી ક્યારે અને ક્યા સમયે થઈ હતી? તે ચોક્કસ સમયે જાણી શકાયું નથી. આ ચોરીની સંપૂર્ણ જાણ સિક્યોરિટી દ્વારા કરવામાં આવી હતી. જે કંઈ પણ વસ્તુઓની ચોરી થઈ છે તેમાં કીમતી ચિત્રો, જામ રણજિતસિંહ જાડેજાનું ક્રિકેટ બેટ (જામ રણજિતસિંહ જાડેજાનું પૂરું નામ મહારાજા રણજિતસિંહજી છે.) આ અંગે ક્રિશ્નાસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ”અમને કેટલી કિંમતી વસ્તુઓની ચોરી થઈ તે અંગેની જાણ નથી, પરંતુ બંગલામાંથી ઘણી કીમતી વસ્તુઓની ચોરી થઈ છે. હાલમાં જામસાહેબ, શત્રુશલ્યસિંહજી જાડેજા જે રણજિતસિંહના જ્યેષ્ઠ પુત્ર છે તે મહેલની નજીકના બંગલામાં રહે છે.” આ મહેલના વકીલ અને વારસો સંભાળી રહેલા શૈલેશ મહેતાએ જણાવ્યું હતું કે આ મહેલની ગ્લાસથી બનાવેલી વિન્ડો મોટા ભાગે નાશ પામી છે. જ્યારે છતમાં મૂકવામાં આવેલી પૌરાણિક ચિત્રો ધરાવતી કૃતિઓ પણ નાશ પામવા લાગી છે.
ગુલાબ કુંવરબા મહારાણી પૌરાણિક વસ્તુઓ સંગ્રહ કરવા માટેનાં શોખીન છે. તેઓએ વિદેશમાંથી અનેક અલભ્ય ચિત્રો ખરીદ્યા છે. તેઓ ડચ પેઇન્ટરના ચિત્રો પણ ખરીદ્યાં છે. જેની કિંમત અંદાજે રૃપિયા ચાર કરોડની ગણાય છે. હાલમાં પેલેસનો આ વિભાગ સીલ કરી દેવાયો છે અને પોલીસ તપાસ ચાલુ છે.
સૌજન્ય: અભિયાન