મંદિરો - યાત્રા ધામ

શ્રી ખોડલધામ -કાગવડ

Shree Khodaldham Kagvad

શ્રી ખોડલધામ એક પ્રેરણાસ્ત્રોત છે, એક ભવ્ય અને આકર્ષક નિર્માણ છે જે સર્વ પાસાઓમાં અજોડ અને અપૂર્વ છે. વિશાળ ભૂમીવીસ્તારમાં પથરાયેલ ખોડલ ધામ અનેકવિધ પ્રવૃતિઓ અને મહાન કાર્યોની ધરી સમાન છે. તે સમગ્ર લેઉવા પટેલ સમાજને આકર્ષતું એક ચુંબકીય કેન્દ્રબિંદુ છે. ભક્તોની શ્રદ્ધા સરિતાને શ્રી ખોડલધામ તરફ વહેતી જોવી તે ખરેખર એક અધ્યાત્મિક ઉર્ધ્વગમન નો સાક્ષાત્કાર કરાવે છે.

મંદિર એટલે શું અને શા માટે બનાવવું ?

ખોડલધામ મંદિર બનાવવા માટે ઘણી જગ્યાઓ જોઇ. રાજકોટ અને જેતપુર વચ્ચે કાગવડ ગામની નજીક પણ જગ્યા જોઈ હતી. આ જમીન બધી રીતે અનુકૂળ લાગી હતી. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લેઉવા પટેલો હોવાથી, સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ હોવાથી. બીજી બાજુ ભાદર નદીના કારણે પાણી મળી રહે તેવા હેતુથી, અને 100 એકર જમીન એક સાથે મળી શકતી હોવાથી કાગવડ ગામ નજીક મા ખોડલનું મંદિર બનાવવાનું નક્કી કરાયું હતું.

ખોડલધામ મંદિર બનાવવાનો વિચાર કે જે સમગ્ર લેઉવા પટેલ સમાજની એકતાનું પ્રતિક છે તે નરેશભાઇ પટેલને 2002માં આવ્યો હતો. જ્યારે નરેશભાઇ પટેલની શિવોત્રી વાડીએ પાંચ-છ મિત્રો માટે બેઠા હતા, ત્યારે નરેશભાઇ પટેલે મિત્રોને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે આવો એક મોટો લેઉવા પટેલ સમાજ, આટલી મોટી તાકાત છતાં સમાજ વેરવિખેર થઈ ગયો છે. જો આ સમાજ એકઠો થાય તો તાકાત અનેકગણી વધી જાય અને આ તાકાતનો ઉપયોગ સર્વ સમાજના નિર્માણ માટે થઈ શકે. વિચાર સારો હતો પરંતુ સવાલ એ હતો કે સમાજને એક તાંતણે બાંધવો કેવી રીતે ?. અંતે મંદિર નિર્માણનો વિચાર સામે આવ્યો. મંદિર જ એવું સ્થળ બની શકે જેની નીચે સમાજ એકત્ર થઈ શકે. સમાજનું છત્ર મંદિર બની શકે.

સમગ્ર ભારત વર્ષ તથા વિદેશમાં આવેલ સૌથી વધુ વ્યાપક અને વિસ્તાર ધરાવતા હિંદુ મંદિરોમાં તેનો સમાવેશ થાય છે. તે ૨૯૯ ફૂટ લંબાઈ, ૨૫૩ ફૂટ પહોળાઈ અને ૧૩૫ ફૂટ ઉંચાઈ ધરાવે છે. આ મંદિર માં માં ખોડીયાર ની ભવ્ય મૂર્તિ ઉપરાંત અન્ય દેવીમાંઓ માં અંબા, માં બહુચર, માં વેરાઈ, માં મહાકાલી, માં અન્નપુર્ણ , માં ગાત્રાડ, માં રાંદલ , માં બુટભવાની, માં બ્રમ્હાણી, માં મોમાઈ, માં ચામુંડા, માં ગેલ અને માં શિહોર ની મૂર્તિઓ ની પણ પ્રતિષ્ઠા થયેલ છે.


Temple </p> <h3>Structure Shree Khodaldham Kagvadમાળખું અને બાંધકામ

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ નજીક બેનમૂન શિલ્પ સ્થાપત્ય અને શાસ્ત્ર મુજબ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે. ખોડલધામ મંદિર બંસી પહાડપુરના 2 લાખ 30 હજાર ઘનફૂટ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે, જે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બયાના ગામની નજીકની ખાણમાંથી નીકળે છે.

મંદિરની પહોળાઈ 252 ફુટ, 5 ઇંચ છે. મંદિરની લંબાઈ 298 ફુટ, 7 ઇંચ છે જ્યારે જમીનથી ધ્વજદંડ સુધીની ઊંચાઈ 159 ફુટ, 1 ઇંચ છે. ખોડલધામ મંદિરની ટોચ પર એક 14 ફૂટ ઉંચો, 6 ટનનો સૂવર્ણ જડિત કળશ સ્થાપિત કરાયો છે. કલશની પાસે 40 ફૂટ ઊંચો ધ્વજદંડ મૂકવામાં આવ્યો છે. ધ્વજદંડ પર બાવન ગજની ધ્વજા લહેરાઈ રહી છે. ઓરિસ્સાના કારીગરો દ્વારા કંડારવામાંં આવેલી લગભગ 650 મૂર્તિઓ માંડોવરથી ખોડલધામ મંદિરની શિખર સુધી સ્થાપિત કરવામાં આવી છે. પિલર, બિમ, તોરણ, છતની ડિઝાઈન એ બધું રાજસ્થાનના કારીગરોએ કંડાર્યું છે. ખોડલધામ મંદિરનો સમાવેશ મહામેરૂ પ્રાસાદમાં થાય છે. એટલે કે જેનું સ્વરૂપ મોટા પર્વત જેવું હોય તેને મહામેરૂ પ્રાસાદ કહે છે.

શ્રી ખોડલ ધામ સ્થાપત્ય કલાનું એક ઉત્કૃષ્ટ અને બેનમૂન ઉદાહરણ તથા સમગ્ર સમાજ ની સંસ્કૃતિની ધરોહર બની રહશે. તેમાં ભગવાન શિવ, શ્રી રામ, શ્રી રાધાકૃષ્ણ, શ્રી હનુમાન તથા શ્રી ગણેશ ના મંદિર પણ હશે જેમાં તેમની મૂર્તિઓ પ્રાણ પ્રતિષ્ઠિતથયેલ છે. આપના હૃદય અને આત્મા પર, અરે સમગ્ર ચેતના પર માં ખોડલ નું આધિપત્ય છે. તે દિવસ અને રાત્રી ના નિયંતા છે. ભૂમિ તથા જળ બંને પર તેમનું સાર્વભૌમત્વ છે આથી જ તેમનું વાહન મકર-મગર છે જે ઉભયચર (જમીન અને જળ બંને માં વિહરનાર ) છે. સૌરાષ્ટ્ર ના કાગવડ ખાતે આ મંદિર નિર્માણા પામેલ છે જેને દેશ વિદેશ માં થી લાખો ભાવિકો ને આકર્ષ્યા છે. આ પાવિત્ર અને ભવ્ય સ્થળ ભારત ના દરેક મહત્વ ના કેન્દ્રો સાથે જમીન માર્ગે જોડાયેલ છે. આ સ્થળનું કુદરતી સૌન્દર્ય આધ્યાત્મિક ખેંચાણ તથા માં ખોડલ નું સતત થતું દિવ્ય મંત્રોચ્ચારણ ભાવિકોને મંત્રમુગ્ધ કરે છે. જ્યારે આપ ” જય ખોડિયાર ” પૂરા ભાવથી બોલો છો ત્યારે આપ ઉર્ધ્વ, પ્રકાશિત અને શક્તિન્વિત અને ભીતર થી સમૃદ્ધ હોવાનો અનુભવ કરો છો

ગજથર, અશ્વથર, ગ્રાસથર

ખોડલધામ મંદિરમાં જમીનથી 18 ફૂટ ઉપર જગતી (પ્લીન્થ) બનાવેલી છે તેની ઉપર 6 ફૂટ 5 ઇંચ સુધી કણપીઠ (મહાપીઠ) બનાવાઈ છે. શાસ્ત્રોક્ત રીતે કણપીઠમાં ગજથર, અશ્વથર, ગ્રાસથર અને નરથર લગાવવામાં આવે છે. જે ખોડલધામ મંદિરમાં પણ છે. કણપીઠમાં ગ્રાસથર પાંચમા નંબરનું લેયર છે. ગજ એટલે હાથી અને અશ્વ એટલે ઘોડો અને ગ્રાસ એટલે સદીઓ પહેલાં આપણે ત્યાં એક જળચર પ્રાણી હતું. જળનું આ પ્રાણી જમીન પર પણ રહી શકતું. સમય જતાં આ પ્રાણીઓ પૃથ્વી પરથી લુપ્ત થઈ ગયા. એ પ્રાણી ગ્રાસ કહેવાતા.

માં ખોડલ ના સામર્થ્ય અને દિવ્ય પ્રભાવ ને વ્યક્ત કરવા શબ્દો પણ ઓછા પડે છે. આ તો એક નમ્ર પ્રયાસ છે આપને તથા આવનાર યુવા પેઢી ને આ ભવ્ય ને દિવ્ય નિર્માણ અંગે માહિતગાર કરવાનો અને તેમને માં ખોડલ ની આસ્થા તથા કૃપ્ના ની ઝાંખી કરાવવાનો. જો માં ખોડલ માં શ્રદ્ધા હોય તો અશક્ય પણ શક્ય બને છે. તો આવો જોદાઈયે સમાજ ની સામૂહિક ચેતના માં… એક મહાકાર્યમાં… એક મહાન સમાજના નિર્માણ માં… માં ખોડલ ની કૃપા સાથે… જય ખોડલ ધામ

નરથરમાં રામાયણ, મહાભારત અને ગીતાના પ્રસંગો

કણપીઠમાં રહેલા નરથરમાં રામાયણ, મહાભારત અને ગીતાના પ્રસંગોને કંડારીને મૂકવામાં આવ્યા છે. રામાયણના પ્રસંગોના કોતરકામ માટે 37 પથ્થર, મહાભારતના પ્રસંગોનું કોતરકામ 15 પથ્થરમાં કરાયું છે. વ્યાસજી ગણપતિ પાસે મહાભારત લખાવે છે ત્યારથી લઈને પાંડવોના વનવાસ સુધીના પ્રસંગો આવરી લેવાયા છે. એવી રીતે શ્રીમદ્ ભાગવત ગીતાના ઘણા પ્રસંગોનું કોતરકામ 12 પથ્થરોમાં કરાયું છે. આમ નરથરમાં કુલ 72 જેટલા ગુલાબી પથ્થરોમાં રામાયણ, મહાભારત અને ગીતાના પ્રસંગોને કંડારીને મૂકાયા છે.

Shree Khodaldham Temple Ghummatઘુમ્મટ

આપણે ખોડલ ધામ મંદિરના પગથિયા ઉપર જતા, નૃત્ય મંચમાંં પહેલો ઘુમ્મટ આવે છે અને પછી ઉંબરો પાર કરીને અંદર પ્રવેશ કરીએ એટલે મુખ્ય ધુમ્મટના દર્શન થાય. ખોડલધામ મંદિરના મુખ્ય કલાત્મક ઘુમ્મટમાં 16 મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે, જેમાં ચાર ખૂણા, ચાર દિશાઓ અને આઠ સૂર્યના સ્વરૂપની પ્રતિમાઓનો સમાવેશ થાય છે.

પ્રાચીન શાસ્ત્ર કોતરકામ

માંડોવર એટલે મંદિરની શંકુ દિવાલ જે બહારથી અભયારણ્યને આવરી લે છે. આ રીતે, માંડાવર, એટલે કે માથાના પાછળના ભાગથી ચિંજાના માથા સુધીના ભાગને માંન્ડોવર કહેવામાં આવે છે. ખોડલધામના મંદિરમાં મંદીર સાથે ડબલ પાકા મકાન છે. મંદિરની અંદર પાર્વતી, મહિસાસુર મર્દાનીની મૂર્તિઓ છે અને મા અંબા સહિત માતાજીની મૂર્તિઓ છે. ગણપતિ માંડોવરની કાઠીમાં બેઠા છે. જંગીમાં, મંદિરમાં વિષ્ણુના 10 અવતારો અને 24 સ્વરૂપો, સૂર્યનાં 12 સ્વરૂપો, સરસ્વતીનાં 8 સ્વરૂપો, બ્રહ્માજીનાં 4 સ્વરૂપો, પાર્વતીનાં 20, શિવજીનાં 12 સ્વરૂપો અને ભૈરવજીની ત્રણ-ત્રણ-પગની મૂર્તિઓ સજ્જ છે.

શ્રી ખોડલધામ કાગવડના રસપ્રદ તથ્યો

  • 5 લાખ 9 હજાર 261 લોકોએ એક સાથે રાષ્ટ્રગાન ગાઈને બાંગ્લાદેશનો રેકોર્ડ તોડ્યો
    ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ – ૨૦૧૭
  • 15 મહિનામાં 435 તાલુકા, 3521 ગામ અને 1 લાખ 25 હજાર કિલોમીટર રથનું પરિભ્રમણ
    ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ ૨૦૧૭
    એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ – ૨૦૧૭
  • 1008 કુંડી હવનમાં એક જ જ્ઞાતિના 6048 આહૂતિ આપવા બેઠા હતા તેનો રેકોર્ડ
    ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ ૨૦૧૭
    એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ – ૨૦૧૭
  • રાજકોટથી ખોડલધામ સુધીની 21,117 વાહનો સાથેની સૌથી મોટી શોભાયાત્રા
    ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ – ૨૦૧૭
  • એક જ જગ્યાએ એક જ જ્ઞાતિના 521 દંપતીના સમૂહલગ્ન
    ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ – ૨૦૧૫
    એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ – ૨૦૧૫
  • 24435 દંપતી દ્વારા શિલાપૂજન વિધિ, 48870 લોકોએ એક સાથે હસ્તધૂનન કર્યા
    ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ – ૨૦૧૨
    એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ – ૨૦૧૨

માહિતી સૌજન્ય શ્રી ખોડલધામ ઓફિશિયલ

 

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators