ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

ઇતિહાસની મહત્વની તવારિખ

Somnath Temple Veraval
સોમનાથ -ઇતિહાસની કેટલીક મહત્વની તવારિખ

સોમનાથની પ્રથમ સ્થાપના વિશે (મને !) જાણકારી નથી, પણ તેને સમરાવવાનું કાર્ય વલ્લભી સામ્રાજ્યનાં યાદવ રાજા દ્વારા સને.૬૪૯ આસપાસ થયાની ઐતિહાસિક નોંધ છે.

  • ૭૨૫: સિંધના આરબ સૂબાએ તોડ્યાની અને પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ ૮૧૫માં લાલ રેતપથ્થરો વડે બંધાવ્યાની નોંધ છે.
  • ૧૦૨૪: મહમદ ગઝનીએ તોડ્યું.
  • ૧૦૨૬-૧૦૪૨ : માળવાના ભોજ અને પાટણના ભીમદેવે સમરાવ્યું.
  • ૧૧૪૩-૧૧૭૨ : કુમારપાળે તેને ફરીથી સમરાવ્યું, લાકડાનું અમુક બાંધકામ કાઢી પથ્થરો વડે ચણતર કર્યુ.
  • ૧૨૯૬ : અલ્લાઉદ્દિન ખીલજીએ તોડ્યું.
  • ૧૩૦૮ : ચુડાસમા રાજા મહિપાલદેવે ફરી બાંધ્યું અને તેના પુત્ર ખેંગારે ૧૩૨૬-૧૩૫૧ વચ્ચે તેમાં શિવલિંગની સ્થાપના કરી.
  • ૧૩૭૫ : મુઝફ્ફરશાહ પહેલાએ તોડ્યું.
  • ૧૪૫૧ : મહમુદ બેગડાએ તોડ્યું.
  • ૧૭૦૧ : ઔરંગઝેબે તોડ્યું.
  • ૧૭૮૩ : અહલ્યાબાઇ હોલકરે ફરી નવું મંદિર (અલગ સ્થાને) બાંધ્યું, અને હાલનું મંદિર સ્વતંત્રતા બાદ બંધાયું તે જાણીતો ઈતિહાસ છે.

અહીં ૧૩૭૫ થી ૧૭૮૩ વચ્ચેના સમયગાળા પર ધ્યાન આપો તો એક વસ્તુ એ દેખાશે કે મુઝફ્ફરે આ મંદિર તોડ્યા પછી ફરી સમરાવાયેલું ન હોવા છતાં, એ સમયનાં મુસ્લિમ શાસકોમાં એક પ્રકારની પ્રસિદ્ધ થવાની (બૂતભંજક તરીકે નામ કાઢવાની) હોડ હતી તે કારણે ખંડેરોને વારંવાર તોડવાની ચેસ્ટા કરી ’અમે આ પરાક્રમ કર્યું’ તેવું દર્શાવવા માત્ર જ સોમનાથના ખંડેરોના બે-પાંચ પથ્થરો આમતેમ કરી મહમદ ગઝનીની હરોળમાં બેઠાનો સંતોષ માનતા હતા !!

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators