સોરઠદેશ સોહમણો, ચંગાનર ને નાર
જાણે સ્વર્ગથી ઉતર્યો, દેવદેવીઅણસાર.
સૌરાષ્ટ્રનો દક્ષિણ વિસ્તાર સોરઠ છે. ક્ષેત્રફળ૫૨૨૦ચો.માઇલ, તેમાં જુનાગઢ, બાંટવા, કોડીનાર, દિવ, માંગરોળ, માણાવદર ભાદર નદી ઉપર આવેલો ભાદર કાંઠો, દરિયાકિનારા પર નવી બંદર અને માધવપુર એ બેની વચ્ચે આવેલો ઘેડ નામનો નીચાણનો મુલક એની દક્ષિણે આવેલી નોળી નદીના કાંઠા પરનો નોળી કાંઠો, કિનારા પર ચોરવાડ જાફરાબાદની વચ્ચેનો નાઘેર (લીલી નાઘેર) નામનો ચિચરવટો અને ગિરાનો રાની અને પહાડી મુલક સોરઠમાં ગણાતો. જૂનાગઢ અને બાંટવા ઉપરાંત પોરબંદર, માણાવદર, જેતપુર દેવળી, જેતપુર વડિયા જેવા નાના મોટા રાજ્યો અને મહાલોનો સમાવેશ. સોરઠમાં થતો. સોરઠ શબ્દ ક્યાંથી આવ્યો એ અંગે ઇતિહાસવિદ્ ડો. હરિપ્રસાદ શાસ્ત્રી નોંધે છે કે, ‘અનુમૈત્રકકાળમાં’ સૌરાષ્ટ્ર રૂપ વ્યાપક થતું જતું હતું. સુરાષ્ટ્ર જેમ સુરાષ્ટ્રા શબ્દ સૌરાષ્ટ્રના સમગ્ર દ્વિપકલ્પ માટે વપરાતું હોય અને તેમાંથી સોરઠ શબ્દ આવ્યો હોય તેવી સંભાવના ખરી.
સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ;
રત્નાકર સાગર ઘૂઘવે, ત્યાં રાજ કરે રણછોડ..
સોરઠ ધરા ન સંચર્યો, ન ચઢ્યો ગઢ ગિરનાર,
ન નાયો દામો રેવતી, એનો એળે ગયો અવતાર.
વન આંબાસર કોયલું, ડગ ડગ પાણીડાં ઘટ ,
નકળંક કેસર નીપજે, અમારો સરવો દેશ સોરઠ.
અમારી ધરતી સોરઠ દેશનીઊંચો ગઢ ગિરનાર,
સાવજડાં સેંજળ પીએ, એનાં નમણાં નરને નાર.
સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર,
રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર.
સંચરી સોરઠ દેશ, જે નહી જુનાગઢ ગયો,
લીધો ન તેણે લેશ,સાર્થક ભવ સંસાર માં.
ધન્ય ધરા સોરઠ ભલી અમણી….