સોરઠ ની દુહા ની ભાષાતો અનેરી જ છે અને એના દ્વારા થતી રજુઆતનો એક ઉત્તમ નમુનો અહીં મુક્યો છે.
જીવન પરની એ સેંકડો રસમીમાંસક ઉક્તિઓએ જ જનસામાન્યની સાહિત્યરુચિને ઉચ્ચકક્ષાએ રાખી છે એટલું જ નહિ પણા સર્વદેશીય કરીને સાચવી છે.ચિંતનની સઘનતાને દુહા પાદેથી શોધો તો એ મૂઠી એ મૂઠી એ મળશે. કોઇ કચ્છી કવિ કહી ગયો છે;
સાયર લેરું થોડ્યું, મુંજા ઘટમાં ઘણેરિયું ;
હકડી તદ ન પોગિયું, (ત્યાં) દૂજી ઊપડિયું..
અર્થ: જેટ્લી લહેરો સમુદ્રમા છે તે તો થોડી છે, તેનાથી વધુ તો મારા હૈયામાં છે. એક લહેરે હજુ તીરે(કિનારે) ન પહોંચી હોય ત્યાં તો બીજી ઊપડી જ હોય છે.
બીજા લોક-કવિ એ અકળામણ અનુભવી અને પ્રત્યુતર આપ્યો…
ગાલડિયું ગૂઢેરથજ્યું, વધીને વડ થીયું,
ચંગે માડુ એ ન પૂછિઉં, દલ જી દલ મેં રૈયું.
અર્થ: ગૂઢાર્થની વાતો મારા મનમાં વધીને વડ જેવડી થઇ. પણ કોઇ સુ-જને મને પુછી નહિ.(કોઇ સારા માણસે મને પૂછી નહિ) એટ્લે તો પછી એ બધી વાતો દિલમાં જ રહી ગઇ