Gondal Coat of Arms ગોંડલ રાજ્યનું રાજચિહ્ન
ઈતિહાસ દુહા-છંદ શુરવીરો

ભા’ કુંભાજી – ગોંડલ

વંદન છે એવા પ્રજાવત્સલ રાજવીઓને…
ભા’ કુંભાજી વિશે કોઇ કવિ એ તો કહ્યુ છે કે ..

તેતર પણ ટાંપે નહિ બીતાં ફરે બાજ ,
રામ સરીખાં રાજ કીધાં તેં તોં કુંભડા.

ભા’ કુંભાજી ગોંડલ ની ગાદી એ આવ્યાં પછી તેમણે સૌરાષ્ટના જુદાંજુદાં ગામોમાંથી નામાંકિત શૂરવીરોને આમંત્રી એક બળવાન સેનાની જમાવટ કરી અને તેની સહાયથી ગોંડલ રાજ્યનો વિસ્તાર અને પ્રતિષ્ઠા વધાર્યાં. ગોંડલ સ્ટેટ ની પ્રજાને તેમની ન્યાયી અને લોકોપયોગી રાજનીતિને કારણે નિર્ભય અને સુખી કરી. ભા’ કુંભાજી ઇ.સ. 1790 માં સ્વર્ગે ગયા.