લગ્નગીત

એકડો આવડ્યો

એકડો આવડ્યો
બગડો આવડ્યો
ત્રગડો આવડ્યો સહી
ભણી ગણીને ખૂબ ભણ્યા
પણ પાંચડાનો પત્તો નહિ !
જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ !
જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ !
એકડો આવડ્યો
બગડો આવડ્યો
ત્રગડો આવડ્યો સહી
ભણી ગણીને ખૂબ ભણ્યા
પણ પાંચડાનો પત્તો નહિ !
જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ !
જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ !
લંડન ફર્યા, પેરિસ ફર્યા, દુબઈ ફર્યા સહી
ફરી ફરીને ખૂબ ફર્યા પણ ફરતાં આવડ્યું નહિ !
જમાઈ તને ફરતા આવડ્યું નહિ !
જમાઈ તને ફરતા આવડ્યું નહિ !
ચાઈનીઝ ખાધું, પંજાબી ખાધું, દેશી ખાધું સહી
ખાઈ ખાઈને ખૂબ ખાધું પણ ખાતાં આવડ્યું નહિ
જમાઈ તને ખાતાં આવડ્યું નહિ !
જમાઈ તને ખાતાં આવડ્યું નહિ !
બૂટ પહેર્યા, ચંપલ પહેર્યા, સેન્ડલ પહેર્યા સહી
પહેરી પહેરીને ખૂબ પહેર્યા પણ ચાલતાં આવડ્યું નહિ
જમાઈ તને ચાલતાં આવડ્યું નહિ !
જમાઈ તને ચાલતાં આવડ્યું નહિ !
એકડો આવડ્યો
બગડો આવડ્યો
ત્રગડો આવડ્યો સહી
ભણી ગણીને ખૂબ ભણ્યા
પણ પાંચડાનો પત્તો નહિ !
જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ !
જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ !