પહેલું પહેલું મંગળિયું વરતાય રે

પહેલું પહેલું મંગળિયું વરતાય રે,
પહેલે મંગળ ગાયોનાં દાન દેવાય રે,
અગ્નિદેવીની સાક્ષીએ ફેરા ફરાય રે,
સૌને હૈયે આનંદ અતિ ઉભરાય રે.

બીજું બીજું મંગળિયું વરતાય રે,
બીજે મંગળ રૂપાંનાં દાન દેવાય રે,
માંડવડામાં મંગળગીતો ગવાય રે,
શુભદિન આજે શુકનનો કહેવાય રે.

અગ્નિદેવીની સાક્ષીએ ફેરા ફરાય રે
સૌને હૈયે આનંદ અતિ ઊભરાય રે

ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે,
ત્રીજે મંગળ સોનાંનાં દાન દેવાય રે,
ફૂલડાં કેરી ફોરમ બધે પ્રસરાય રે,
બન્ને પક્ષે આનંદ અતિ ઉભરાય રે.

ચોથું ચોથું મંગળિયું વરતાય રે,
ચોથે મંગળ કન્યાનાં દાન દેવાય રે,
અગ્નિદેવીની સાક્ષીએ ફેરા ફરાય રે,
માંડવડામાં મંગળગીતો ગવાય રે…

Posted in લગ્નગીત

આ પણ વાંચો...

1)    ભાદર ગાજે છે 2)    બેની મેલ્યા ઢીંગલા મેલ્યા પોતિયાં
3)    માયરામાં ચાલે મલપતા 4)    પાવલાંની પાશેર
5)    ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે 6)    ગણેશ પાટ બેસાડિયે
7)    ગણપતી પૂજા કોણે કરી 8)    ખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે
9)    કોયલ બેઠી આંબલિયાની ડાળ 10)    કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે…
11)    એકડો આવડ્યો 12)    મોટા માંડવડા રોપાવો
13)    પીઠી ચોળો રે પીતરાણી 14)    મારી બેનીની વાત ન પૂછો
15)    નગર દરવાજે 16)    ધીમી ધીમી મોટર હાંકો
17)    ચાલોને આપણે ઘેર રે 18)    રાય કરમલડી રે
19)    દૂધે તે ભરી રે તળાવડી 20)    દાદા એને ડગલે ડગલે
21)    દરિયાના બેટમાં 22)    છોરો કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતો’તો
23)    ઢોલ ઢમક્યા ને 24)    કંકુ છાંટી કંકોતરી મોકલી
25)    ઘરમાં નો’તી ખાંડ 26)    ગોર લટપટિયા
27)    પીઠી ચોળોને પંચકલ્યાણી 28)    કે’દુના કાલાંવાલાં
29)    કન્યા છે કાંઈ માણેકડું 30)    મારા નખના પરવાળા જેવી
31)    નાણાવટી રે સાજન બેઠું માંડવે 32)    મોસાળા આવિયા
33)    લાડબાઈ કાગળ મોકલે 34)    લીલા માંડવા રોપાવો
35)    સીતાને તોરણ રામ પધાર્યાં 36)    હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા
37)    હેતે લખિયે કંકોતરી રે લોલ 38)    કાળજા કેરો કટકો મારો
39)    પરથમ ગણેશ બેસાડો રે