રમેશ પારેખ

Ramesh Parekh

૨૭-૧૧-૧૯૪૦ થી ૧૭-૦૫-૨૦૦૬ (અમરેલી)

રમેશ પારેખ એટલે દોમદોમ કવિતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ.
રમેશ પારેખ એટલે નખશિખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર.
રમેશ પારેખ એટલે ગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌન્દર્ય.
રમેશ પારેખ એટલે લોહીમાં વહેતી કવિતા.
રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’.
આ ‘છ અક્ષરનું નામ’ અચાનક અ-ક્ષર થઈ ગયું.
સમયના કોઈ ખંડમાં હિંમત નથી કે એના નામ પાછળ ‘હતાં’ લખી શકે.
રમેશ પારેખ ‘છે’ હતાં, ‘છે’ છે અને ‘છે’ જ રહેશે !

કાવ્ય સંગ્રહો:

 • છ અક્ષરનું નામ (૧૯૯૧)

સમગ્ર કવિતામાં સંગ્રહસ્થ કાવ્યસંગ્રહો:

 • ક્યાં (૧૯૭૦),
 • ‘ખડિંગ (૧૯૮૦),
 • ત્વ’ (૧૯૮૦),
 • સનનન (૧૯૮૧),
 • ખમ્મા, આલા બાપુને! (૧૯૮૫),
 • મીરાં સામે પાર (૧૯૮૬),
 • વિતાન સુદ બીજ (૧૯૮૯),
 • અહીંથી અંત તરફ (૧૯૯૧).

ત્યાર બાદ:

 • છાતીમાં બારસાખ,
 • લે તિમિરા! સૂર્ય,
 • ચશ્માંના કાચ પર’ અને
 • સ્વગતપર્વ.

નવલિકા:

 • સ્તનપૂર્વક

નાટક:

 • સગપણ એક ઉખાણું,
 • સૂરજને પડછયો હોય,
 • તરખાટ.

લેખો:

 • હોંકારો આપો તો કહું.

બાળ સાહિત્ય:

 • હાઉક,
 • દે તાલ્લી,
 • ચીં,
 • હફરક લફરક,
 • દરિયો ઝુલ્લમ ઝુલ્લા,
 • હસીએ ખુલ્લમ ખુલ્લા,
 • જંતર મંતર છૂ.

સંપાદન:

 • ગિરા નદીને તીર,
 • આ પડખું ફર્યો લે!.
Posted in કલાકારો અને હસ્તીઓ Tagged with: ,

આ પણ વાંચો...

1)    ઈશરદાન ગઢવી 2)    આદિકવિ નરસિંહ મહેતા
3)    ગોકુલદાસ રાયચુરા 4)    કલાપી તીર્થ સંગ્રહાલય
5)    શશિકાંત દવે 6)    સર પ્રભાશંકર પટ્ટણી
7)    સર પટ્ટણીનું જીવનઃ પ્રેરણાનો અખંડ સ્‍ત્રોત 8)    જલારામબાપાનો પરચો
9)    ભાદરવાનો ભીંડો 10)    પદ્મશ્રી દુલા ભાયા કાગ
11)    સૌરાષ્ટ્ર ની ઓળખ સમા લોકડાયરા 12)    મહેર શુરવીર શહીદ નાગાજણ સિસોદિયા
13)    કવિ શ્રી મનોજ ખંડેરિયા 14)    રમેશભાઈ ઓઝા
15)    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી 16)    કલાપી
17)    બાબુભાઇ રાણપુરાને ભાવભીની શ્રધાંજલિ 18)    હમીરજી ગોહિલની વાત
19)    મોંઘામૂલો માનવી -મેઘાણી 20)    શાહબુદ્દીન રાઠોડ
21)    લીંબડીના રાજકવી 22)    નારાયણ સ્વામી
23)    ભાવનગર મહારાજનું ત્યાગ સમર્પણ 24)    રાજવી કવિ કલાપી
25)    મનુભાઈ પંચોલી 26)    લોકસાહિત્યના રતન: ભીખુદાન ગઢવી
27)    અમરજી દિવાન 28)    દામોદર ખુશાલદાસ બોટાદકર
29)    કવિ દલપતરામ 30)    વિભુતિ ના મુખે
31)    રામ કથાકાર – મોરારીબાપુ 32)    શ્રી રતુભાઇ અદાણી
33)    અશોક દવે 34)    અમરેલી થી હોલીવુડ
35)    હાલોને જાયેં સોનુંરે વીણવા 36)    લોકસાહિત્ય એટલે?