તુરીંગ સવારી રણ તીખો, આપો આપ ઓળખાય
ભેદુ કવિ મેકરણ ભણે, કાઠી ભડ કહેવાય,
અણ તોળયાં દુઃખ આવતા, જેની સુરજ કરે સહાય
ભેદુ કવિ મેકરણ ભણે, કાઠી ભડ કહેવાય,
તજે આળશ તન તણી, નહી તરવાર તજાય
ભેદુ કવિ મેકરણ ભણે, કાઠી ભડ કહેવાય,
દ્રઢ મન ખાગે ડાંખરા, ના દબાવ્યા દબાય
ભેદુ કવિ મેકરણ ભણે, કાઠી ભડ કહેવાય,
વાજે ઢોલ રણ બંકડા, લઇ ઘરમાં ન રહે ઘલાય
ભેદુ કવિ મેકરણ ભણે, કાઠી ભડ કહેવાય,
અણનમ માથે ઓપતી, બ્રદ વંશ પાઘ બંધાય
ભેદુ કવિ મેકરણ ભણે, કાઠી ભડ કહેવાય,
પ્રહત્વ પહાડ આથડવા પડે, તોય મભનમાં ના મુરજાય
ભેદુ કવિ મેકરણ ભણે, કાઠી ભડ કહેવાય,
નીર લોભી નિરમળ મને, અર સાથે અફળાય
ભેદુ કવિ મેકરણ ભણે, કાઠી ભડ કહેવાય,
હરદમ મુખ હસતું કહું, મુચ્છોમાં મરદાઈ
ભેદુ કવિ મેકરણ ભણે, કાઠી ભડ કહેવાય,
મણીધર જપુ મોરલી પરે, એમ માંગણ પર મંડાય
ભેદુ કવિ મેકરણ ભણે, કાઠી ભડ કહેવાય,
ક્રોધે નાગ કાળી કહું, ડ્સ્યે ડગલું ના દેવાય
ભેદુ કવિ મેકરણ ભણે, કાઠી ભડ કહેવાય,
– કવિ શ્રી મેકરણદાન લીલા