વિસાવાડા (મુળ દ્વારકા) -જીલ્લો પોરબંદર
ભગવાન શ્રી ક્રૃષ્ણે મથુરાથી દ્વારકા જતી વખતે પોરબંદરમાં આ સ્થળે વીસવાડા ગામે વિરામ લીધો હતો. એની સ્મૃતિરૂપ મૂળ દ્વારકાના આ મંદિરમાં ભગવાન શ્રી ક્રૃષ્ણની પાદુકા દ્રષ્ટિગોચર થાય છે.
પોરબંદરથી ૨૩ કિ.મી. દૂર આવેલ મૂળ દ્વારકા લગભગ સાડા સાતસો વર્ષ પહેલા વીંઝાત ભકત આ મંદિરો બંધાવ્યા હતાં. સવંત ૧૨૬૨ માં આ મંદિર બંધાવાયું હોવાનો લેખ વીસાવાડાના આ મંદિરમાં જોવા મળે છે. વીસાવાડા અર્થાત મૂળ દ્વારકામાં દર વર્ષે જન્માષ્ટમીના દિવસે મોટો મેળો ભરાય છે.