તમને કેટલી કેહવત યાદ છે?
- બોલે તેના બોર વહેચાય
- ના બોલવામાં નવ ગુણ
- ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન
- ડાહ્યી સાસરે ન જાય અને ગાંડીને શીખામણ આપે
- સંપ ત્યાં જંપ
- બકરું કઢતા ઉંટ પેઠું
- રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં
- સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય
- બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો
- લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે
- અધૂરો ઘડો છલકાય ઘણો
- ખાલી ચણો વાગે ઘણો
- પારકી મા જ કાન વિંધે
- જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી
- ટીંપે ટીંપે સરોવર ભરાય
- દૂરથી ડુંગર રળિયામણાં
- લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે
- શેરને માથે સવાશેર
- શેઠની શીખામણ જાંપા સુધી
- હિરો ગોગે જઈને આવ્યો અને ડેલીએ હાથ દઈને પાછો આવ્યો
- વડ જેવા ટેટા ને બાપ જેવા બેટાં
- પાડાનાં વાંકે પખાલીને ડામ
- રામ રાખે તેને કોણ ચાખે
- ઊંટના અઢાર વાંકા
- ઝાઝા હાથ રળીયામણાં
- કીડીને કણ ને હાથીને મણ
- સંગર્યો સાપ પણ કામનો
- ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર
- નાચ ન જાને આંગન ટેઢા
- ઝાઝી કીડીઓ સાપને તાણે
- ચેતતા નર સદા સુખી
- સો દાહ્ડાં સાસુના એક દા‘હ્ડો વહુનો
- વાડ થઈને ચીભડાં ગળે
- ઉતાવળે આંબા ન પાકે
- સાપ ગયા અને લીસોટા રહી ગયા
- મોરનાં ઈંડા ચીતરવા ન પડે
- પાકા ઘડે કાંઠા ન ચડે
- કાશીમાં પણ કાગડા તો કાળા જ
- કૂતરાની પૂંછડી જમીનમાં દટો તો પણ વાંકી ને વાંકી જ
- પુત્રનાં લક્ષણ પારણાં માં અને વહુનાં લક્ષણ બારણાં માં
- દુકાળમાં અધિક માસ
- એક સાંધતા તેર તૂટે
- કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલાં
- મા તે મા, બીજા વગડાનાં વા
- ધીરજનાં ફળ મીઠાં
- માણ્યુ તેનું સ્મરણ પણ લહાણું
- કૂવામાં હોય તો હવાડામાં આવે
- સો સોનાર કી એક લૂહાર કી
- રાજા ને ગમે તે રાણી
- કાગનું બેસવુ અને ડાળનું પડવું
- આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા
- ગાંડાના ગામ ન હોય
- સુકા ભેગુ લીલુ બળે
- બાવાનાં બેવુ બગડે
- લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય
- વાવો તેવું લણો
- શેતાનું નામ લીધુ શેતાન હાજર
- વખાણેલી ખીચડી દાઢે વળગી
- દશેરાનાં દિવસે ઘોડા ન દોડે
- સંગ તેવો રંગ
- બાંધી મુઠી લાખની
- લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ
- નાણાં વગરનો નાથીયો ,નાણે નાથા લાલ
- લાલો લાભ વિના ન લૂટે
- હિમ્મતે મર્દા તો મદદે ખુદા
- પૈ ની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી
- છાશ લેવા જવુ અને દોહણી સંતાડવી
- ધોબીનો કૂતરો ન ઘર નો , ન ઘાટનો
- ધરમની ગાયનાં દાંત ન જોવાય
- હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો
- સીધુ જાય અને યજમાન રીસાય
- વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો
- હસે તેનું ઘર વસે
- બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના
- ફરે તે ચરે, બાંધ્યા ભૂખ્યા મરે
- ભેંસ આગળ ભાગવત
- ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આંટો
- રાત થોડી ને વેશ ઝાઝા
- ના મામા કરતાં કાણો મામો સારો
- ભેંસ ભાગોળે અને છાશ છાગોળે
- મન હોય તો માંડવે જવાય
- અણી ચૂક્યો સો વર્ષ જીવે
- પારકી આશ સદા નીરાશ
- ઘરકી મૂર્ઘી દાલ બરાબર
- બાર વર્ષે બાવો બાલ્યો
- પહેલુ સુખ તે જાતે નર્યા
- ભાવતુ હતુ ને વૈદે કીધુ
- જેને કોઇ ન પહોંચે તેને તેનુ પેટ પહોંચે
- નામ મોટા દર્શન ખોટા
- લાતો ના ભૂત વાતોથી ન માને
- ગા વાળે તે ગોવાળ
- બાંધે એની તલવાર
- ઘેર ઘેર માટીનાં ચૂલા
- ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા
- મારુ મારુ આગવુ ને તારુ મારુ સહીયારુ
- આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
- આંધળામાં કાણો રાજા
- ઈદ પછી રોજા
- ખાડો ખોદે તે પડે
- ક્યાં રાજા ભોજ , ક્યાં ગંગુ તલી
- નમે તે સૌને ગમે