આજે ૪થી મેં ૨૦૨૧ એટલે
“કાઠિયાવાડી ખમીર નામનું મિશન, સોશિયલ મીડિયા મારફતે ચાલુ કરેલું, એને ૧૦ વર્ષ પુરા થયા”
કાઠિયાવાડી ખમીર મિશન ચાલુ થયું હતું આપણા સોને મઢેલા ઇતિહાસ ને સોશિયલ મીડિયા પર ફરી રહેલી આજની જનરેશન સુધી પહોંચાડવાનું… આપણા સુવર્ણ ઇતિહાસ થી આજની પેઢી વાકેફ થાય અને આપણી માતૃભાષા તથા સંસ્કૃતિ ને ભૂલી ના જાય એ હેતુ થી એક ફેસબુક પેજ ચાલુ કરેલું જેના પર ધીમે ધીમે લોકો નો પ્રતિસાદ વધતા આ ફેસબુક પેજ એક વેબસાઈટ માં પરિવર્તિત થયું, તમને જાણી ને આનંદ થશે કે આજે આ વેબસાઈટ ને માત્ર ગુજરાત અને ભારત જ નહિ પણ વિદેશ માં રહેતા લોકો પણ ખુબ જ ચાહી રહ્યા છે, છેક ઇંગ્લેન્ડ, અમેરિકા, દુબઇ, કેનેડા, અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો માંથી કાયમી ધોરણે આ વેબસાઈટ પર વાચકો આવે છે અને પોતાના પ્રતિભાવો તથા અનુભવો અમને મોકલતા રહે છે.. વેબસાઈટ પર આવતા વિઝીટરો ની વાત કરીયે તો રજના લગભગ ૨૦૦ જેટલા વિઝીટરો વેબસાઈટ www.kathiyawadikhamir.com પર મુકેલી માહિતી નો લાભ લઇ રહ્યા છે, અને આપણા આ ફેસબુક પેજ પર તો અધધ ૧ લાખ અને ૧૬ હજાર થી પણ વધુ લાઇક્સ છે… અને સાથે સાથે હમણાંજ ચાલુ કરેલા ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ સારો એવો પ્રતિભાવ મળી રહ્યો છે..
એનો મતલબ એમ થયો કે, કાઠિયાવાડી ખમીર નામનો જે અખતરો અમે શરુ કર્યો હતો એમાં મહદ અંશે અમે સફળ થયા છીએ… હજુ તો આ શરૂઆત છે, આ જ્ઞાન ના યજ્ઞ ને હજુ આગળ લઇ જવો છે. આજે દશ વર્ષમાં તમારા જેવા ઘણા બધા મિત્રો એવા મળ્યા છે જે અમને સતત આ રસ્તા પર કામ કરવાની પ્રેરણા આપે છે, અને અમે પણ મક્કમ છીએ કે આ રસ્તે ચાલવું છે અને લોકોને આપણા ઇતિહાસ અને સંસ્કૃતિ થી વાકેફ કરતા રહેવા છે.
આપણી લોક સંસ્કૃતિ જળવાઈ રહે એના માટેના આ ઉમદા કાર્યમાં તમે પણ યોગદાન આપી શકો છો.
તમારી પાસે રહેલી માહિતી જે ફક્ત તમારા સુધી સીમિત છે તેને જો તમે દેશ દુનિયામાં વસતા આપણા ગુજરાતી લોકો સુધી પહોંચાડવા માંગતા હો તો, આપણી વેબસાઈટ ના માધ્યમથી અમારા સુધી પહોંચાડો, અમે એને ચોક્કસ થી આગળ પહોંચાડીશું, મિત્રો આપણી યુ-ટ્યુબ ચેનલ પર લગભગ ૪૦,૦૦૦ થી વધારે સબસ્ક્રાઇબર્સ છે જે નિયમિત પણે ત્યાં મુકવામાં આવતા વિડિઓ જોઈ અને લોકસંસ્કૃતિ થી અવગત થઇ રહ્યા છે, અમારી તમને અપીલ છે કે તમારા ગામ, શહેર ની આસ-પાસની વાતો, વિડિઓ, લખાણ, ઇતિહાસ જેવી માહિતી તમે અમને અમારા ઈ-મેલ એડ્ડ્રેસ [email protected] પર મોકલી આપો, અમે લોકો સુધી એને ચોક્કસ પહોંચાડીશું. આ ઉપરાંત ગુજરાત ના ઉભરતા કલાકારો જેમને પોતાની કાલા રજુ કરવા સારા પ્લેટફોર્મ ની જરૂરત હોય તો અમારા સુધી પહોંચાડો, જો તમે કોઈ લેખન કાર્ય કે અન્ય કોઈ કલા માં માહેર હોય અને લોકો સુધી તમારી કલા બતાવવા માંગતા હોય તો કાઠિયાવાડી ખમીર પ્લેટફોર્મ સદાય તમારા માટે ખુલ્લું છે..
આવો સાથે મળી આપણે આપણો ખમીરવંતો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો લઈ આગળ ની પેઢી સુધી પહોચાડીયે…
જય હિન્દ • જય જય ગરવી ગુજરાત • જય કાઠિયાવાડ • જય સૌરાષ્ટ્ર • જય માં ભોમ
#10thanniversary #KathiyawadiKhamir #Saurashtra