જાણવા જેવું શહેરો અને ગામડાઓ

એકજ અટક ધરાવતું અનોખું ગામ બોકડથંભા

Bokadthambha Village

ગુજરાતનું એકમાત્ર અનોખું ગામ કે જ્યાં એક જ સરનેમ ધરાવતાં લોકો વસે છે.

વાંકાનેર થી 15 કિલોમીટર દૂર આવેલ વાંકાનેર તાલુકાનું મોરબી જિલ્લા માં આવતું બોકડથંભા ગામ કે જ્યાં ગામની વસ્તી અંદાજિત 700 લોકોની છે. તે ગામના મોટાભાગના ઘરો નળિયાવાળા જુનવાણી છે અને ગ્રામ્ય લોકોનું જીવન સીધું અને સાદું છે

આ ગામની નોંધનીય બાબત એ છે કે આ ગામના બધા રહેવાસીઓની સરનેમ સરાવાડીયા છે.
આ ગામના લોકોનું માનવું છે કે જો બીજા કોઈ ગામના લોકો આ ગામમાં વસવાટ કરે તો તે લોકોને નાની-મોટી બીમારીઓ થતાં એ લોકો ગામ છોડીને જતા રહે છે ટૂંકમાં બહારગામથી વસવાટ કરવા આવેલા લોકો આ ગામમાં સુખી થતા નથી.

Village Bokadthambhaગામ લોકોના કહેવા પ્રમાણે ગામમાં ફક્ત એક બાવાજી નું કુટુંબ જે પૂજા પાઠ કરવા અર્થે રહે છે, ઘણા વર્ષોથી ગામમાં સરાવાડીયા સિવાય કોઈ રહેતું નથી, આજના મોટાભાગના લોકો ખેતી તેમજ છૂટક મજૂરી કરે છે, અને ઘણા યુવાનો નોકરી ધંધાર્થે ગામની બહાર શહેરોમાં વિસ્થાપિત થઈ ચૂક્યા છે.

ગામવાળાઓનું માનવું છે કે આ પાછળ એક શાપ કારણભૂત છે. ગામના રહેતા લોકો કહે છે કે ‘અમારા ગામનો ઇતિહાસ હજારો વર્ષો પૂર્વેનો છે. વાંકાનેરના શાસકોએ ચાર ભાઈઓને આ ગામમાં વસાવ્યા હતા અને સમગ્ર ગામ આ ચાર ભાઈઓનું જ વંશજ છે. ગામના લોકો જે જમીન પર ખેતી કરતા હતા તે વાંકાનેર રાજ પરિવારની સંપત્તિ હતી. પરંતુ આઝાદી બાદ લેન્ડ સિલિંગ એક્ટ અંતર્ગત આ જમીન ગામવાળાને વહેંચી દેવામાં આવી.


 

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators