અમે ઉજવી રહ્યા છીએ આપણી ત્રીજી વર્ષગાંઠ
પ્રિય વાંચક મિત્રો,
સતત ત્રણ વર્ષ થી આ પ્રવૃત્તિ નિરંતર ચાલતી રહી છે, આજ ૩જી મે ૨૦૧૪ના રોજ આપણી પ્રવૃત્તિ ચોથા વર્ષમાં પ્રવેશ કરશે, એક નાનકડા ફેસબુક પેજ થી લઇ ને આપણે મસ મોટી વેબસાઈટ સુધી પહોચી ગયા છીએ, થોડા સમય પેહલા યુ-ટ્યુબ ચેનલ પણ ચાલુ કરી છે આશા છે કે તમને ત્યાં મુકેલા વિડીઓ ગમશે જ, અને કેમ ના ગમે આજે પશ્ચિમી સંસ્કૃતિનો જયારે વાયરો વાઈ રહ્યો છે તો આવા ટેકનોલોજી ના જમાનામાં આપણે ગુજરાતીઓ કેમ પાછળ રહી જઈએ, આપણી વેબસાઈટ અને ફેસબુક પેજ દ્વારા તમે રોજ ૧ નવી ગુજરાતી પોસ્ટ વાંચો જ છો, આપણી કોઈ પણ સોશિઅલ સર્વિસ સાથે તમે જોડાઓ અને તમારા મિત્રો ને પણ જોડવા કહો..
ચાલો આપને સહુ સાથે મળી ને નાત જાત ના ભેદભાવો ભૂલીને ભારતીય હોવાનો ગર્વ લિયે, આપણી માતૃભાષાનું સંવર્ધન કરીએ..
હવે આગળ શું?
હવે સમય આવી ગયો છે કે આ વેબસાઈટમાં સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડ ની સાથે સાથે સંપૂર્ણ ગુજરાતનો ઈતિહાસ સમાવવો છે, જયારે આજ થી ત્રણ વર્ષ પેહલા જયારે ફેસબુક પેજ દ્વારા આ પ્રવૃત્તિની શરૂઆત કરી ત્યારે ખબર નહોતી કે લોકો નો આટલો સારો પ્રતિસાદ મળશે, ગુજરાતની કોઈ પણ જગ્યા કે ઈતિહાસ અથવા ફરવા લાયક સ્થળો ની માહિતી તમે અમારો સંપર્ક કરી ને આપી શકો છો…
-ટીમ કાઠીયાવાડી ખમીરના પ્રણામ
જય હિન્દ | જય ભારત | જય જય ગરવી ગુજરાત