પ્રાચીન કાળ માં આર્ય માતાઓ પારણાં માં ઝૂલતા બાળક ને પણ આર્યત્વના સંસ્કાર રેડતી માતા પોતાનાં રડતાં બાળક ને કહેતી …
“બેટા શા માટે તું રડે છે ? તે હું જાણું છું…!!
मृत्योर्बिभेषि किं बाल ! स च जांत न मुंचति !
अजात नैव गृहणाति ! कुरू यत्नमजन्मनि !!
અર્થ – તું જન્મ્યો એટલે મૃત્યુ નો ભય હશે , પણ તેથી કાંઈ મૃત્યુ ટાળવાનું નથી, જો તને મરણ નો ડર લાગતો હોય તો ફરી જન્મ લેવો ન પડે તેવાં કાર્ય કર…!!
ત્યાર નાં સમય માં હાલરડા પણ સમજવા જેવાં મધુર હતાં…
शुद्धोसि बुद्धोसि निरंजनोसि ! संसार माया परिवर्जितोसि !
संसार स्वप्नं त्यज मोहनिद्रां ! मदालसा वाक्यमुवाच पुत्रम् !!
અર્થ – હે -બાળક ! તું શુદ્ધ છે, બુદ્ધ છે, નિરંજન છે
સંસાર ની માયા થી રહિત છે, સંસાર એતો સ્વપ્ન છે, માટે મોહનિદ્રા નો ત્યાગ કર અને નિજ સ્વરૂપ ને પ્રકટ કર….!!આવા ઉતમ સંસ્કારો જયારે ગળગૂથી માંથી મળતાં ત્યાંરે એ બાળકો મોટાં થતાં કેવાં આદર્શ અને આશીર્વાદ રૂપ નિવડતા…!!