માત સરસ્વતી મીટ માંડીને જોતી કોઈ દુલારો,સત્યભાખી નિર્ભય નિર્વ્યસની કોણ ઉપાસક મારો,બાવલ બેટડો જોઈ બગસરે હૈયા માં હરખાણી,અમર લોક થી આવ અમારા શાયર મેઘાણી.
ભેખ ધરી ભમતો’તો ક્યારેક સંતો મં તો સંગે,ક્યારેક ઝુલ્લાં વાંકડ્યિાનાં લાલ કસુંબલ રંગે,ક્યારેક લઈ ખંભામાં કોની કરતો’તો ઉઘરાણી,અમર લોક થી આવ અમારા શાયર મેઘાણી.
ગામે ગામે ફરતો કરતો વાતો મીઠી મજાની,સૌ જનને સાંભળતો ગાતો ગીતો કરતો લહાણી,કરતો હતો તનતોડ પાલી પીધાં ઘર ઘર પાણી,અમર લોક થી આવ અમારા શાયર મેઘાણી.
ગીરા કંદરા ઘોર પહાડે ગાંડો તુર થઈ ગાતો,સાવજ ને ચારણ કન્યાનું જુધ્ધ નિરખવા જાતો,ચૌદ વરસની ચારણ કન્યા જગપ્પા સી જાણી,અમર લોક થી આવ અમારા શાયર મેઘાણી.
કોણ વે કોદાળી લઈને ધરતી પડ ઢંઢોળે,કોણ હવે સમશાન ગાવી ખપી ગયાં ને ખોળે,કોણ હવે કહેવાનો ગરવી ગૌરવ ભરી કહાણ,અમર લોક દી આવ અમારા શાયર મેઘાણી.
લોકગીતો નો લાડીલો ને લોક રદય માં રમનારો,મડદાંઓ ના મન મંદીર માં પ્રાણ હતો પુરનારો,આપી એણે સાવ અનોખી સોરઠ ની સરવાણી,શાયર ની દુનિયા માં માથે મુગટ હતો મેઘાણી.
રચના :- પીંગળશીભાઈ ગઢવી