જન્મ: ૨૯-ફેબ્રુઆરી, ૧૯૫૨; જામનગર
પિતા – ચંદુભાઈ ; માતા – જસુમતીબેન
પત્ની – શ્રીમતિ ‘હકી’; પુત્ર – સમ્રાટ ; પુત્રી – ઉત્સવી
અશોક દવે ગુજરાતી હાસ્યલેખકો પૈકીનું એક જાણીતું નામ છે, હાસ્ય લેખોની સાથે તેઓએ જૂનાં હિન્દી ફિલ્મીસંગીત પર અનેક લેખો અને ત્રણ પુસ્તકો (ફિલ્મસંગીતનાં એ મધુરાં વર્ષો, હીરો-હીરોઇન અને મૂહમ્મદ રફી) લખેલાં છે.
અશોક દવે ગુજરાત સમાચારમાં દર બુધવારે પ્રકાશિત થતી ‘બુધવારની બપોર’ કટાર (કોલમ)થી જાણીતાં બન્યા છે. વાચકોએ પોસ્ટ-કાર્ડ લખીને પૂછેલાં પ્રશ્નોનાં તેમનાં વડે અપાતાં ઉત્તરો ‘એનકાઉન્ટર’ તરીકે અત્યંત જાણીતાં બન્યાં છે. ‘દૂર કોઇ ગાયે’ તેમની ફિલ્મી સંગીતની કટાર છે.
જીવનઝરમર:
- હાસ્ય સાહિત્ય કરતાં વધુ શોખ સંગીતનો, વિન્ટેજ ફિલ્મ ગીતો પર આધારીત ‘ફરમાઇશ ક્લબ’નું પણ સંચાલન કરે છે.
- હાસ્ય સાહિત્ય ખુબ અજમાવ્યું, ‘ ગુજરાત સમાચાર’ ની ‘ બુધવારની બપોરે’ કટારના લેખક
- રાજકપુરની ફિલ્મ ‘જાગતે રહો’ જોઇ જીવનમાં કાંઇક કરવાના ઓરતા જાગ્યા
- તેમનું બહુ જાણીતું પાત્ર ‘ જેન્તી જોખમ ‘
- આકાશવાણી પર ઘણા કાર્યક્રમો આપ્યા
- લખવા વાંચવા કરતાં ઘેર આવનાર વધુ મહત્ત્વનો
- અંબાજીમાં પૂરી આસ્થા
- પ્રથમ કૃતિ – (પાકિસ્તાનના પ્રમુખ) સ્વ.યાહ્યાખાનને પત્ર , ૧૯૬૯
- પ્રિય લેખકો: શરદબાબુ, દેવયાની ચોબલ અને મહાત્મા ગાંધી
રચનાઓ:
બુધવારની બપોરે, જેન્તી જોખમ સાથે કુલ ૧૮ જેટલા પુસ્તકો