બેની મેલ્યા ઢીંગલા મેલ્યા પોતિયાં,
બેની મેલ્યો છે સૈયરુનો સાથ,
મેલીને ચાલ્યા સાસરે.
બેની મેં તમને મિલનબેન વારિયા,
બેની ન રમજો માંડવા હેઠ,
ધુતારો ધૂતી ગયો.
એક આવ્યો’તો પરદેશી પોપટો,
એક લાવ્યો’તો ચુંદડીનો ચુથો,
ધુતારો ધૂતી ગયો.
જાન પ્રસ્થાન મારા ખેતરને શેઢડે રાય કરમલડી રે ફાલી છે લચકા લોળ રાય કરમલડી રે વાળો જીગરભાઈ ડાળખી રાય કરમલડી રે વીણો અમીવહુ ફૂલડાં રાય કરમલડી રે વીણીચૂંટીને ગોરીએ...
તમે કે’દુના કાલાંવાલાં કરતા’તા તમે મુંબઈ ને મહેસાણા ફરતા’તા તમે ઝાઝી તે વાતો મેલો મારા વેવાઈ તમે કે’દુના કાલાંવાલાં કરતા’તા તમે...
ઘરમાં નો’તી ખાંડ ત્યારે શીદ તેડી’તી જાન ? મારા નવલા વેવાઈ ઘરમાં નો’તી ખારેક ત્યારે શીદ તેડ્યા’તા પારેખ ? મારા નવલા વેવાઈ ઘરમાં નો’તી ગાગર ત્યારે શીદ તેડ્યા’તા...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો