(ઇ.સ.16મી સદી ) મોરબીના મોટાદહીસરા ગામનો ઈતિહાસ ભોજા મકવાણાના નામે સુવર્ણ અક્ષરે લખાયેલ છે.ભોજા મકવાણાએ જાગીરદાર રણમલજી દેદા (જાડેજા )ના રાણી અને કુંવરને આશ્રય આપ્યો હતો.
તેની બાતમી બાદશાહ મહમંદ બેગડોને મલતા તેણે દહીસરા આવી રાણી અને કુંવરને શોધવા તેમણે ભોજા મકવાણાના બન્ને ઘૂંટણમા સુથાર ની સારડીથી હાડકાંમા વીંધ કરાવ્યા છતા પણ તેનુ મન ડગ્યુ નહી.
દીકરાની પીડા જોય નહી શકે એમ માની તેમની વ્રુધ્ધ માતાને બોલાવ્યા પણ માતા વિખેરાયેલા હાડકાંનો ટુકડો સુંઘે છે અને હસતા મોઢે ચાલવા લગે છે.
બાદશાહે કરણ પૂછતા કહ્યુ:-“મારા દીકરાના હાડકાંમા હજુ મારા દૂધની સુગંધ આવે છે એટલે તમારુ કામ નથી કે તમે એનું મન ડગાવી લો.
“આમ તેમણે આશ્રયે આવેલાનું રક્ષણ કર્યુ..”
ધન્ય છે એ માતાને અને આહીર વીર ભોજા મકવાણાને ”
સૌજન્ય: આહીર સમાજ ફેસબુક પેજ
આહીર જ્ઞાતિ વિશેના અન્ય લેખો આ વેબસાઈટ પર જરૂરથી વાંચો…
- આહીર જ્ઞાતિ ઈતિહાસ વાંચો
- આપા આતા આહીરની ઉદારતા
- જેહા આતા આહીરની ઉદારતા
- જનેતાના દૂધમાં ભાગ
- વિર દેવાયત બોદર
- આહિરની દાતારી
- રા’ ના રખોપા કરનાર
- દેવાયત બોદરની પ્રતિમા – જુનાગઢ
- ભીમો ગરાણીયો -શૌર્ય કથા