ગુજરાતનું એકમાત્ર અનોખું ગામ કે જ્યાં એક જ સરનેમ ધરાવતાં લોકો વસે છે.
વાંકાનેર થી 15 કિલોમીટર દૂર આવેલ વાંકાનેર તાલુકાનું મોરબી જિલ્લા માં આવતું બોકડથંભા ગામ કે જ્યાં ગામની વસ્તી અંદાજિત 700 લોકોની છે. તે ગામના મોટાભાગના ઘરો નળિયાવાળા જુનવાણી છે અને ગ્રામ્ય લોકોનું જીવન સીધું અને સાદું છે
આ ગામની નોંધનીય બાબત એ છે કે આ ગામના બધા રહેવાસીઓની સરનેમ સરાવાડીયા છે.
આ ગામના લોકોનું માનવું છે કે જો બીજા કોઈ ગામના લોકો આ ગામમાં વસવાટ કરે તો તે લોકોને નાની-મોટી બીમારીઓ થતાં એ લોકો ગામ છોડીને જતા રહે છે ટૂંકમાં બહારગામથી વસવાટ કરવા આવેલા લોકો આ ગામમાં સુખી થતા નથી.
ગામ લોકોના કહેવા પ્રમાણે ગામમાં ફક્ત એક બાવાજી નું કુટુંબ જે પૂજા પાઠ કરવા અર્થે રહે છે, ઘણા વર્ષોથી ગામમાં સરાવાડીયા સિવાય કોઈ રહેતું નથી, આજના મોટાભાગના લોકો ખેતી તેમજ છૂટક મજૂરી કરે છે, અને ઘણા યુવાનો નોકરી ધંધાર્થે ગામની બહાર શહેરોમાં વિસ્થાપિત થઈ ચૂક્યા છે.
ગામવાળાઓનું માનવું છે કે આ પાછળ એક શાપ કારણભૂત છે. ગામના રહેતા લોકો કહે છે કે ‘અમારા ગામનો ઇતિહાસ હજારો વર્ષો પૂર્વેનો છે. વાંકાનેરના શાસકોએ ચાર ભાઈઓને આ ગામમાં વસાવ્યા હતા અને સમગ્ર ગામ આ ચાર ભાઈઓનું જ વંશજ છે. ગામના લોકો જે જમીન પર ખેતી કરતા હતા તે વાંકાનેર રાજ પરિવારની સંપત્તિ હતી. પરંતુ આઝાદી બાદ લેન્ડ સિલિંગ એક્ટ અંતર્ગત આ જમીન ગામવાળાને વહેંચી દેવામાં આવી.