ચોટીલા એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મહત્વનું યાત્રાધામ છે. આ ઉપરાંત ચોટીલા તાલુકાનું મુખ્ય મથક પણ છે. જે રાજકોટથી અમદાવાદ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ – બ (નેશનલ હાઈવે નં૮) ઉપર આવેલું નગર છે. અહીં આવેલા ડુંગર ઉપર શ્રી ચામુંડા માતાજીનું પ્રખ્યાત મંદીર આવેલું છે, જ્યાં પહોંચવા માટે નીચેથી ઉપર સુધી પગથીયાં પણ બનાવવામાં આવેલાં છે. શ્રદ્ધાળુ લોકો માતાજીનાં દર્શનાર્થે દરરોજ મોટી સંખ્યામાં આવતા હોય છે. ચોટીલા મંદીર ટ્રસ્ટ દ્વારા ચાલતા અન્નક્ષેત્રમાં જમવાની તથા રહેવાની નિ:શુલ્ક વ્યવસ્થા ઉપલબ્ધ છે. ચોટીલા એ પ્રસિધ્ધ ગુજરાતી સાહિત્યકાર એવા ઝવેરચંદ મેઘાણીનું જન્મ સ્થળ પણ છે. ચોટીલા ડુંગર પાસે ભકિતવન નામે બગીચો પણ આવેલો છે. અહીં હાઈવે ઉપર રહેવા તથા જમવા માટે પ્રાઈવેટ હોટલો પણ આવેલી છે. આ ધાર્મિક સ્થળ ગુજરાતનાં મુખ્ય યાત્રાધામો પૈકીનું એક પૌરાણીક અને અગત્યનું યાત્રાધામ છે.
PHOTO GALLERY: Chotila