ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

એકાગ્ર ચિત્ત કરી સાંભળો

Gujarati Bhajan, Prabhatiya, Gujarati Prarthnao

એકાગ્ર ચિત્ત કરી સાંભળો રે પાનબાઈ,
મોટો કહું છું ઇતિહાસ રે,
એ ઇતિહાસ સાંભળશો ત્યારે
પ્રગટશે પૂર્ણ વિશ્વાસ રે … એકાગ્ર

મનવાણીથી પરની વૃત્તિ જેણે,
મોહજીત એવું એનું નામ રે,
ભજન કરે આઠે પ્હોર હરિનું,
લે છે નિરંતર નામ રે … એકાગ્ર

વેદ કરે છે જેનાં વખાણ ને
જે ખોજ્યો ન આવે હાથ રે,
બેહદની જેણે ભક્તિ કીધી રે,
એ રમી રહ્યો તેની સાથ રે … એકાગ્ર

મળવિક્ષેપ જેના મટી ગયા રે,
ટળી ગયા દૂબજાના ડાઘ રે,
ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ,
એવાને પ્રકટે વૈરાગ્ય રે … એકાગ્ર


– ગંગા સતી

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators