સાચું નામ: ગંગાબાઇ ફહળુભા ગોહિલ
ઉપનામ: સોરઠનાં મીરાંબાઇ
જન્મ: 1846 – રાજપરા – પાલીતાણા
અવસાન: ૧૮૯૪
માતા: રૂપાળીબા
પિતા: ભાઇજી જેસાજી સરવૈયા
ભાઇ બહેન: ચાર ભાઇ બહેન
લગ્ન: 1864 – સમઢિયાળાના ગરાસદાર કહળસંગ કલભા ગોહિલ (કહળુભા) સાથે; જ્ઞાતિના રિવાજ પ્રમણે લગ્ન સાસરે જ થયા.
સંતાનો: એક માન્યતા – બે પુત્રીઓ – બાઇ રાજબા અને હરિબા , પાનબાઇ પિયરમાંથી સાથે આવેલી ખવાસ-કન્યા અને દાસી; બીજી માન્યતા- એક પુત્ર – અજોભા અને પૂત્રવધુ પાનબાઇ.
અભ્યાસ: કાંઇ નહીં પણ પીપરાળી ગામના ગુરૂ ભૂધરદાસજી પાસેથી મળેલ જ્ઞાન તેમના ભજનોમાં ઉતર્યું છે.
વ્યવસાય: ઘરકામ અને ભક્તિ
પ્રદાન: સૌરાષ્ટ્ર માં બહુ જ ગવાતા 51 ગીતો
જીવન: પતિ પણ ધર્મપરાયણ, બન્ને દંપતિ ભક્તિ ભાવ અને સાધુ સંતોની સેવામાં રચ્યા પચ્યા રહેતા. ગામનું ઘર સાંકડું પડતાં વાડીમાં ઝુંપડી અને હનુમાનજીની દેરી બનાવીને રહ્યા. ચમત્કારિક ઘટના બનતાં લોકો કહળુભા ની પૂજા લોકો કરવા લાગ્યા. આથી તેમણે જીવતાં સમાધિ લીધી, પતિના મૃત્યુ બાદ ગંગાસતીએ રોજના એક લેખે 52 ભજનો પાનબાઇને ધાર્મિક શિક્ષણ આપવા સંભળાવ્યા અને 53મા દિવસે પોતે પણ જીવતા સમાધિ લીધી. આ દુઃખ સહન ન થતાં પાન બાઇ એ પણ જીવતા સમાધિ લીધી
સૌરાષ્ટ્ર એટલે સંત અને શૂરાઓ ની ભૂમિ
૧) વીજળીના ચમકારે મોતીડા પરોવો
૨) મેરુ તો ડગે જેનાં મન ના ડગે
૩) નવધા ભક્તિમાં નિર્મળ રહેવું
૪) સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું
૫) સાનમાં રે શાન તમને ગુરુજીની કહું
૬) પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ
૭) ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું
૮) શીલવંત સાધુને વારે વારે નમીએ
૯) છૂટાં છૂટાં તીર અમને મારો મા
૧૦) અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં
૧૧) લાભ જ લેવો હોય તો
૧૨) સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે
૧૩) મન વૃત્તિ જેની સદા રહે નિર્મળ
૧૪) સદગુરૂ વચનના થવા અધિકારી
૧૫) વચન વિવેકી જે નરનારી
૧૬) મનડાને સ્થિર કરી આવો મેદાનમાં
૧૭) ગંગા સતી જ્યારે સ્વધામ ગયા
૧૮) એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું
૧૯) મનડાને સ્થિર કરી જાગીને જાણો
૨૦) અસલી જે સંત હોય તે ચળે નહીં
૨૧) પોતે રે પૂજાવાની આશા