ઘણા લોકો અફ્રિકાના સિંહની તસવીરો મૂકીને લખે છે કે “ગીરના સાવજની મોજ છે”, પણ સાચું સમજવું હોય તો એશિયાઈ સિંહ એટલે આપણો ગીરનો સાવજ – નમણો, શાંત, શૂરવીર અને વસુંધરાનો સાચો રાજા.
એશિયાઈ સિંહ (Panthera leo persica) આખા વિશ્વમાં માત્ર ગીરના જંગલમાં જોવા મળે છે. આ ગુજરાતનું ગૌરવ છે. એશિયાઈ સિંહને લોકો “સાવજ”, “કેશરી”, “બબ્બર શેર” જેવા નામોથી ઓળખાય છે.
- ઉંમર: ૧૫–૧૮ વર્ષ (ઝૂમાં વધુ)
- લંબાઈ: નર: ૨૭૦ સેમી, માદા: ૨૮૯ સેમી
- વજન: નર: ૧૫૦–૧૮૦ કિ.ગ્રા., માદા: ૧૨૫–૧૩૫ કિ.ગ્રા.
- ખોરાક: દરરોજ ૬–૯ કિ.ગ્રા. માંસ – ચિત્તલ, સાબર, ભેંસ વગેરે
સાવજનું સ્વભાવ અને વર્તન
-
સાહજિક રીતે શાંત પ્રાણી છે, ગીરનો સાવજ પોતાની મોજમાં રહે છે. શાંતિપૂર્વક જીવન જીવવાનું પસંદ કરે છે. કોઈ વિઘ્ન નહી હોય તો એ તમારા તરફ ધ્યાન પણ ન આપે. એના કુદરતી વસવાટમાં દખલગીરી એ સાંખી નથી લેતો.
- પરિવારપ્રેમી – ટોળામાં રહે છે, ગીરના સિંહોમાં એવું અદભુત તત્વ છે કે એક જ માતા-પિતાના સંતાનો ક્યારેય પરસ્પર મેટિંગ કરતા નથી. તેઓ ભાઈ-બહેનની ભાત અનુભવે છે. આવું શિસ્તબદ્ધ જીવન બીજે ક્યાંય જોવા મળતું નથી.
-
રાત્રિમાં વધુ ચાલે છે – નિશાચર પ્રાણી છે, એ રાત્રિપ્રિય છે. દિવસનો મોટાભાગનો સમય આરામમાં વિતાવે છે. રાત્રે પાણી પીધા બાદ લાંબી અવરજવર કરીને શિકારની શોધમાં નીકળે છે.
શિયાળો એને વધુ ગમતો ઋતુ છે. એક રાતમાં ઘણા કિ.મી. દૂર જઈ શકે છે.
-
ઊંડા પાણીથી દૂર રહે છે. કૂવામાં પડી જાય તો બહાર આવવાની ભરપૂર કોશિશ કરે, પણ પાણીમાં તરવું એનું સ્વભાવ નથી. દીપડાની જેમ કૂવામાં લટકીને બચી ન શકે.
-
શિકાર મુખ્યત્વે સિંહણ કરે છે, શિકાર પછી આખો પરિવાર ભોજન માણે છે. સવારે પાણી પીધા બાદ દિવસભર આરામ કરે છે.
-
સિંહની ઉંમર તેના અવાજ પરથી જાણી શકાય છે, સિંહના મોઢાના આગળના તીક્ષ્ણ દાંત પરથી પણ તેની ઉંમરનો અંદાજ લગાવાય છે.
-
આરામ માટે ખુલ્લી, હવામાં ભરેલી જગ્યા પસંદ કરે, ત્યાં આરામ કરે જ્યાં ઠંડક હોય, મચ્છર ન હોય, પવન ફૂંકાતો હોય – જેમ કે ટેકરીઓની ટોચ કે ખુલ્લી જગ્યા.
સાવજ હુમલો ક્યારે કરે છે?
- સાવજનો સ્વભાવ માનવપ્રેમી હોય છે:
એશિયાઈ સિંહ સામાન્ય રીતે માણસ પર હુમલો કરતો નથી. એનો સ્વભાવ શાંત અને સંવેદનશીલ હોય છે. - માનવ દખલદારી સાથે સંઘર્ષ:
જ્યારે માણસો સિંહને ચેઢવે, તેની નજીક જાય, ફોટા લેવા પ્રયાસ કરે કે તેના વિસ્તારમાં ઘુસી પડે ત્યારે બચાવમાં સિંહ હુમલો કરી શકે છે. - ઉદાહરણ – 2012 ઘટના:
2012માં એક પ્રવાસીએ સિંહને ખૂબ નજીકથી ફોટા લેવાનો પ્રયાસ કર્યો હતો. ખીજાયેલા સિંહે હુમલો કરીને તેમનો જીવ લીધો હતો. - ગૂસ્સો અને ભૂખ પણ કારણ બની શકે છે:
ભૂખ્યો અથવા ગુસ્સામાં આવેલા સિંહ અચાનક હિંસક બની શકે છે – ખાસ કરીને જો કોઈ તેમના ખોરાક નજીક જાય. - મેટિંગ ટાઈમમાં વધુ સંવેદનશીલતા:
સંવનન (મેટિંગ) સમયગાળામાં નર સિંહ વધુ રક્ષાત્મક હોય છે અને નજીક આવનાર પર હુમલો કરવાનું વલણ બતાવે છે. - સારવાર દરમિયાન અસ્વસ્થતા:
દર્દી સિંહને આપેલી દવાઓના પ્રભાવથી તનાવ કે ખીજ આવી શકે છે, જેના પરિણામે હુમલાની શક્યતા વધી શકે છે. - મારણ સમયે દુશ્મન ન સહે:
જો સિંહે તાજું મારણ કર્યું હોય, તો તે પોતાના શિકારને રક્ષવા માટે આક્રમક બની શકે છે. - દેવળીયા પાર્ક ઘટના (જૂનાગઢ):
એક વખત દેવળીયા પાર્કમાં ત્રણ વનકર્મીઓ પર સિંહે હુમલો કર્યો હતો. આમાંથી એકનું મૃત્યુ થયું હતું અને બેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. - સામાન્ય રીતે ગીરના સિંહો માણસો સામે તટસ્થ રહે છે.
ગીર ના સિંહો વિષે જાણી-અજાણી વાતો અને માન્યતાઓ
- એક જ માતાપિતાના સિંહ-સિંહણ ક્યારેય સંભોગ કરતા નથી – ભાઈ-બહેનનો પવિત્ર સંબંધ જાળવે છે.
- ત્રણથી ચાર બચ્ચા એક સાથે પેદા થાય છે.
- હંમેશા શિકાર કરવો પડે એવું નથી – એક ભેંસ ત્રણ દિવસ ચાલે.
ગીર ના સિંહો ની વસ્તી: ગણતરી
| વર્ષ | વસ્તી |
|---|---|
| 1936 | 287 |
| 2005 | 359 |
| 2010 | 411 |
| 2015 | 523 |
| 2020 | 674 |
| 2025 | 891 |
જૂનાગઢના નવાબ મહોબતખાનથી લઈને આજ સુધી રાજકીય અને વન્યજીવન અધિકારીઓના પ્રયાસોથી ગીર સાવજ ની પ્રજાતિ ને બચાવવા અને તેમનો વસ્તી વિસ્તાર વધારવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સિંહોની સંરક્ષણ યાત્રા — એક ઈતિહાસી સફર
- એક સમય હતો જ્યારે સોરઠનું ગીર સિંહોની વસતીથી ઉભરાતું હતું.
પણ રાજાઓ, મોગલો અને અંગ્રેજોના શિકાર શોખે સિંહો લુપ્ત થવાની કગાર પર પહોંચી ગયા. - ૧૮૮૦માં માત્ર ૧૨ સિંહ બચ્યા હતા.
એ સ્થિતિએ, જૂનાગઢના નવાબે સિંહ શિકાર પર પ્રતિબંધ મૂક્યો — એ ઐતિહાસિક પગલું હતું. - ૧૯-૦૪-૧૮૯૬: દીવાન બેચરદાસ દેસાઈએ વધુ મજબૂત શિકારધારો રજૂ કર્યો.
- ૧૯-૦૯-૧૯૨૫: નવાબ મહાબતખાને બધા પ્રકારના પ્રાણી શિકાર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો.
એ પછી સાવજની વસ્તી ધીમેધીમી ઉછાળે લાગી. - આજનું ગૌરવ:
આજે સાવજની વસ્તી સતત વધી રહી છે.
વિશ્વમાં એકમાત્ર ગુજરાતનું ગીર જ એવું સ્થળ છે જ્યાં એશિયાઈ સિંહો કુદરતી રીતે વસે છે. - સિંહનું શાશ્વત સ્થાન:
સિંહનું નામ લેતા જ એક રોમાંચ ફેલાઈ જાય છે.
ભારતીય સંસ્કૃતિમાં પણ તેનું આગવું સ્થાન છે — વેદકાલથી લઈને આજ સુધી, સિંહને શૌર્ય અને સામર્થ્યના પ્રતીક તરીકે માનવામાં આવે છે.
આફ્રિકા ના સિંહો અને ગીરના સિંહો
| વિશેષતા | આફ્રિકન સિંહ | એશિયાઈ (ગીર) સિંહ |
|---|---|---|
| આકાર | મોટો, કદાવર | નાનો, કોમળ |
| સ્વભાવ | આક્રમક, હિંસક | શાંત, સદભાવનાવાળો |
| વસવાટ વિસ્તાર | અનેક દેશોમાં | માત્ર ગીર, ગુજરાત |
ગીરના સાવજ માત્ર જીવ નથી – તે ગુજરાતની સંસ્કૃતિ, સહજ શૌર્ય અને કુદરતનો અમૂલ્ય વારસો છે. આપણે તેના સુરક્ષા માટે ન માત્ર નીતિ-નિયમો પાળીએ, પણ તેનું ગૌરવ પણ જાળવીએ.
નોંધ: આ લેખના મૂળ લેખકની જાણકારી ઉપલબ્ધ નથી, ઈન્ટરનેટ મધ્યમ થી આખા લેખનું સંકલન કરવામાં આવ્યું છે. આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અથવા સુધારા વધારા આવકાર્ય છે.
આ પણ વાંચો:
- ગુજરાતનું ગૌરવ ગીર
- ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય
- સાસણ ગીરનું વન્યજીવન અને લોકજીવન
- માલધારી અને ટીલીયા સિંહની મિત્રતાની સત્ય ઘટના







