ગોફણ તો ગેબી તણી, જેને વાગી રૂદામાંય;
ચારો દિશાએ દિપક જલે, પશ્ચિમ ઘરાની માંય.
ઈશુ ની સદી નો ઉતરાર્ધ અને આધાર મી સદી નો પૂર્વાર્ધ અને અઢારમી સદીનો પૂર્વાર્ધ એટલે સૌરાષ્ટ્ર માં સંતો ના અવતરણ નો સમય આપા જોયા, આપા રતા, આપા જાદરા, આપા દાના, આપા ગોરખા યાદી તો ઘણી લાંબી થાય એમ છે. આ સંતો કોઈ લંગોટ ધારી કે ભભૂત ધારી ન હતા, તેઓં હતા સંસારી ભેખ ધારણ કરીને એકાંત માં કે અરણ્ય માં સાધના માટે ચાલી નહોતા નીકળ્યા, પણ ઘરસંસાર ચલાવતા ચાલવતા સન્માર્ગ નો ઉપદેશ આપતા.
દેવ ભૂમિ પાંચાળ માં, થાન થી લગભગ બે કિલોમીટર દુર તરણેતર ના માર્ગ ગેબીનાથ ના ભોયરા તરીકે ઓળખાતી જગ્યા આવેલ છે સામસામાં બે ડુંગરા એક પર જુના સુરજ દેવળ ના અને બીજા પર ગેબીનાથ ના બેસણા છે. નલીયાછાદિત મકાન માં ગેબીનાથ નું સ્થાનક આવેલું છે.ભોયરું તો બંધ કરી દેવામાં આવ્યું છે. પણ જગ્યા ઓળખાય છે ગેબીનાથ ના ભોયરા કે સ્થાનક તરીકે.
સૌરાષ્ટ્ર ના સંતો ના આધ્યગુરુ એક બાજુ જેમ લોહ લંગરજી મનાય છે, તેમ બીજી બાજુ આપા મેપા અને આપા રતા ગણાય છે. આપા મેપા ના પણ ગુરુ એટલે ગેબીનાથ કોણ હતા ગેબીનાથ? ક્યાં હતા ગેબીનાથ ? તેમના ઇતિહાસ પર અંધકાર ના પડ ભરેલા છે . તેમની વાતો અને જીવન પર વિસ્મૃતિ ના તાળા છે. જે કાઈ માહિતી મળે છે તે લોકવાયકા મુજબ ઓઢા જામ અને હોથલ પદ્મમણી ના ત્રીજા અને સૌથી નાના પુત્ર ગાંગોજી એટલે ગેબીનાથ.
ગીર ણી અઘોર વનરાજી માં એમને નવ નાથ માહે ના એક ગોખરનાથનો મેળાપ થયા. ગુરુ ગોખારનાથ ની સેવા કરતા કરતા ગાંગોજી સીધી ગયા, શિષ્યની ગુપ્ત પરાક્રમી સીધીઓ જોય ગોરખનાથે તેમને (એમને) ’ગેબીનાથ’ નામ આપ્યું. ગેબીનાથે ગીરનાર ણી ભૂમિ માં આકરી તપસ્યા કરી અને પછી પાંચાળમાં ઉતર્યા છે. થાનગઢ પાસે બ્રહ્મગુફા માં ધૂણી ધખાવી, ગુપ્ત રહી યોગસાધના કરતા ગુપ્તવાસ દરમ્યાન ભાગ્યેજ કોઈને દેખાતા… જય હો ગુરુ ગેબીનાથ
ગિરનારથી ગેબ થઇને ગેબીનાથ થાનની બાજુમાં સોનગઢ ગેબિ ગુફામાં લગભગ 250 વર્ષ (સં. 1800 આસપાસ) પ્રગટ થયા ત્યારે પ્રથમ થાનના કુંભાર મેપા ભગતને દર્શન દિધા. મેપા ભગત મહાન ભગત થયા..
મેપા ભગતના હસ્તે મોલડીના કાઠી દરબાર રતાબાપુએ ગેબીના દર્શન પામ્યા અને તે પણ મહાન ભગત થયા. સોનગઢ ના કાઠી દરબાર આપો જાદરો જે આપા રતાના ભાણેજ થાય તે આપા રતા અને આપા મેપાની કૃપાથી મહાન ભગત જાદરપીર થયા.
જાદરા બાપુ ના પુત્ર ગોરખા બાપુએ હોકાનીનેથી મોરબીનો ગઢ પાડી ગાયો પાછી લાવ્યા અને ગેબીએ ગોરખા હનુમાનની સ્થાપના કરી. ત્યાર પછી તેની દરેક પેઢીએ પીર થતા આવ્યા છે.
રતાબાપુની ભક્તિના પ્રતાપે મેસરીયાના રબારી જલો ભગત ભકિતને પામ્યા અને જલો મટીને જલારામ તરીકે વિરપુરમાં પ્રગટયા, થાનગઢમાં મેપાબાપુએ ત્યાં દર બિજના ભજનમાં દુધની દેગ લઈને આવતા કેરાળાના ભરવાડ વીરા ભગત તથા રત્ના ભગત આવતા તે ભક્તિને પામ્યા અને ગેબીનાથના પ્રતાપે તેમના ધરે દેવ જેવી દિકરીઓ મીરાબાઈનો અવતાર રાણીમાં-રૂડીમાં પ્રગટયા અને ભક્તિ કરી કેરાળા તથા રાજકોટ માં જગ્યા બાંધી
આપા જાદરાએ આણંદપુરના અંધ દાનાને દેખતા કયો અને ભકત દાનાએ ચલાલામાં જગ્યા બાંધી.. દાન બાપુ અને ગોરખા બાપુએ મળીને પાળીયાદના બારવટીયા વિસામણને ભક્તિ આપી સિધ્ધ કયાં.
ચલાલા દાનબાપુની જગ્યામાં ગાયુની સેવા કરતો ગીગા આપા વિસામણ અને આપા દાનાની કૃપાથી મહાન સંત ગીગડાપીર થયા..
આ ગીગડાપીરે ગીરમાં સતધમૅની ધજાથી જગ્યા બાંધી જે સતાધાર થયું હાલ સતાધાર અન્ના. દાન અને સેવા ની ધમૅ બજાવી ભક્તિ પ્રવાહ વહાવે છે….
જય ગુરૂ ગેબીનાથ
આદેશ ગુરૂજી આદેશ