સૌરાષ્ટ્રનો ઈતિહાસ,
મરદ મુછાળા ની ભુમી કાઠીયાવાડ કે જ્યાં વીરો નાગી તલવારુ નચાવતા હોય એ ખુમારી છે, ધરમ માટે માથડા વાઢતા તથા પોતાના માથા ઉતારનારાઓ ની ભુમી છે.. માં ભોમ અને ધરમ માટે ખપી જાનારાઓ થી અહીં નો ઈતિહાસ સાક્ષી પુરે છે. આ સંત અને સુરા ની ભૂમિ સૌરાષ્ટ્ર સોરઠ કાઠીયાવાડ છે.. એક કાઠીયાવાડી શું છે એનું વર્ણન કરવા માટે કંઈ કેટલા પાના ઓછા પડે. તમારા બધા ના રૂદિયા માં ક્યાંક દ્વારકાધીશ રેહતો હશે, તો ક્યાંક ક્યાંક ભોળિયોનાથ વસતો હશે, ક્યાંક ક્યાંક સોરઠ નો સાવજ ગરજતો હશે, ક્યાંક તો વળી ઝાલાવાડી ખુમારી, અને ક્યાંક ગિરનારી શાંતિ રમતી હશે. દોસ્તો, કાઠીયાવાડી ને મારા કરતા તમે વધારે જાણો છો. ચાલો આપણે સહુ સાથે મળી ને નાત જાત ના ભેદભાવો ભૂલીને ભારતીય હોવાનો ગર્વ લિયે, આપણી માતૃભાષાનું સંવર્ધન કરીએ..
ઇંગ્લેન્ડ ગ્રીસ અને રોમ ની તવારીખોની જોડમાં બેસે તેવી ઘટનાઓ કાઠીયાવાડની ભૂમિ પર બનેલી છે, પણ આજની સેક્યુલર અને કોન્વેન્ટ ને ભણવાવળી પેઢી થી અજાણ છે, આ બ્લોગમાં તમે સૌરાષ્ટ્રની ખમીરવંતી ભૂમિ ની શુરવીર હસ્તીઓ, પ્રભુ ને પોતાના ઘરે આવવા મજબુર કરે તેવા સંતો, સતીઓ, શુરવીરો અને વીરાંગનાઓ વિષે માહિતી મેળવી શકશો, આ ઉપરાંત લોકગીતો, બાળ ગીતો, શૌર્ય કથાઓ, ભજનો તો ખરા જ…