થયા હતા એવા ચમત્કાર અને કહેવાયું, “જલા સો અલ્લા” આજે પણ ગરીબ, ભૂખ્યા, દુખ્યા, રોગી, ભોગી બધા માટે ત્યાં થાય છે કૃપા દ્રષ્ટિ
કારતક સુદ સાત એટલે જલારામ જયંતિ. ગિરનારની હવા જુનાગઢથી જ્યાં સુધી પહોંચે છે તેવા વિરપૂરમાં જન્મી અને ત્યાં જ વીરબાઈમા સાથે સદાવ્રતની શરૂઆત કરેલી. પરીક્ષા કરવા કહેવાય છે કે ભગવાન આવે છે અને તેને બાપા વીરબાઈમાતાને સોંપે છે અને વીરબાઈમાતા પાછા ફરે છે ત્યારે તેની સાથે ઝોળી અને ધોકો વૃદ્ધના વેશધારી ભગવાને આપેલો આજેય વીરપૂરમાં સાક્ષી પૂરે છે અને સદાવર્તને સત્ વ્રત બનાવી દે છે.
આજે પણ દુઃખીઓના દુઃખ દૂર કરે છે, ભૂખ્યાને ભોજન કરાવે છે, ગરીબને અમીર બનાવે છે, રોગીઓના રોગ મટાડે છે. જેના દુઃખ બાપા પ્રત્યેની આસ્થાથી દૂર થયાં છે તે કહે છે કે આજે પણ મંદિરમાં બાપા બેસેલા નજરે પડે છે. સ્વયં બાપાએ હરિરામ બાપાને ગાદીએ બેસાડતાં કહેલું કે હું જીવતો લાખનો અને મર્યા પછી સવાલાખનો છું. જાણો જલારામ બાપાની પાંચ ચમત્કારી ઘટના તમને પણ સહાય કરશે આ પરમ ભક્તની કૃપા…
વીરપૂરમાં કાળા રૈયાણીનો છોકરો ગોવિંદ યુવાન વયે મરી જાય છે. લોકો તેના માટે શબયાત્રાની તૈયારી કરે છે અને પછી બાપાને બોલાવા જાય છે. બાપા આવે છે અને ગોવિંદને કહે છે ‘‘ભાઈ ગોવિંદ, કેમ સૂતો છે? જાગ મને હોંકારો તો આપ.’’ અને ગોવિંદ હોંકારો આપે છે.
એક ઘેંટુ રસ્તામાં મરેલું પડ્યું હતું, બાપા રસ્તા પરથી પસાર થયાં અને તેને જોયું તેમણે સૂર્યદેવ સામે હાથ જોડ્યાં અને કહેયું કે ‘‘હે ભગવાન, જો આમાં આ ગાડરાનો કોઈ વાંક ન હોય તો તેને જીવન આપો.’’ થોડીવારમાં ઘેંટું સાજું થઈ અને ચાલવા લાગે છે.
વીરપૂર ગામના પાદરે ગોરાઓ સાહેબોની જમાત આવે છે અને આ જમાતને બાપા વારંવાર વિનંતિ કરી અને તેને ભોજન માટે બોલાવે છે. પહેલા પચાસ વ્યક્તિઓને અને પછી દોઢસો વ્યક્તિઓને એક પંગતે ખાવાનું આપ્યું અને ગોરી સરકારના સાહેબો પણ બાપાના પગમાં ટોપાઉતારી દીધા હતાં.
જેરામ ભગવતની સ્ત્રીની આંખો દુઃખી હતી અને જેરાભગતે બાપાને કહ્યું કે મારી સ્ત્રીને અંધાપો છે અને આખો ખૂબ દુખે છે તમારા ઠાકરને ’ક્યો કંઈક કૃપા કરે. બાપા તેના ઘરે ગયા. રાતના કરતાલ લઈને ભજન શરૂ કર્યાં અને જેમ જેમ સમય પસાર થતો ગયો અને ભજનો ગવાતા ગયા તેમ તેમ
જેરામભગતની પત્નીને આંખોનો દુખાવો ઓછો થતો જાય છે. સવારના પ્રથમ પ્રહરે એક છેલ્લું ભજન ગવાય છે કે જેરામભગતની પત્નીની આંખની પાંપણો ફટાક દઈને ફૂટી ગઈ અને ભગત અને તેના પત્ની બાપાના પગમાં પડી ગયાં. બાપાએ કહ્યું ‘‘ભગત, મારા ઠાકરના શરણમાં પડો, સર્વ કંઈ તેને આધીન છે.’’
રાજકોટના ઠાકોર સાબેહની નોકરી માંથી ત્રણ આરબો છુટ્ટાં થઈને વીરપૂરમાંથી પસાર થયાં અને બાપાએ તેમને ભોજન માટે બોલાવ્યાં તેના હાથમાં હમચા હતાં એટલે કે શિકાર કરીને મારેલા પક્ષીઓ તેમાં હતાં. આરબોએ તે હમચા ખીંટીએ રાખીને અંદર ભોજન કરવાં ગયાં. ભોજન કરીને પાછાં આવ્યાં અને હમચામાં જોયું તો હમચો ખાલી, તેને મારેલા પક્ષીઓ ઉપર ઉડતાં હતાં. આરબો એ બાપાને કહ્યું, ‘‘જલા સો અલ્લા.’’
સંતો નો ભૂમિ સૌરાષ્ટ્ર!!!!!
જય જલારામ
- સદાવ્રતના સ્વામી : જલારામ બાપા
- જલારામ બાપાનું ભજન
- સંત શિરોમણી જલારામ બાપા -વીરપુર
- અન્નક્ષેત્ર તેમજ ચમત્કારી જ્ગ્યા એટલે જલીયાણ જોગી નું વીરપુર
- શ્રી જલારામ બાવની